‘હારી બાઝી કો જીતના હમેં આતા હૈ’ નિતેશકુમારના નામે ગોલ્ડ
Paralympics Games Paris 2024: નીતિશ કુમારે બેડમિન્ટનની સિંગલ્સ SL3 ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. નીતિશ કુમારે બેડમિન્ટનની સિંગલ્સ SL3 ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઈનલ મેચ 21-14, 18-21 અને 23-21થી જીતી હતી. વર્તમાન પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે.
BREAKING: GOLD medal for India 🔥🔥🔥
Nitesh Kumar wins Gold medal in Men's Singles SL3 (Badminton) at Paris Paralympics.
He beats reigning Silver medalist 21-14, 18-21, 23-21 in Final. #Paralympics2024 pic.twitter.com/eiAe8HnbDT
— India_AllSports (@India_AllSports) September 2, 2024
ભારતના નામે સિલ્વર મેડલ
યોગેશ કથુનિયાએ સોમવાર, 2 સપ્ટેમ્બરના રોજ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ડિસ્કસ થ્રો F-56 ઇવેન્ટમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. યોગેશ કથુનિયાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરતાની સાથે ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે. યોગેશે તેના સિઝનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 42.22 મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલ, મેડલ ટેબલમાં આ નંબરે
પેરાલિમ્પિક્સ 2024માં જાણો 5મા દિવસનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ
શૂટિંગ
બપોરે 12:30: નિહાલ સિંહ, આમિર અહેમદ ભટ મિશ્રિત 25 મીટર પિસ્તોલ
પેરા બેડમિન્ટન
1:40 PM: શિવરાજન સોલાઈમલાઈ/નિત્યા સુમાથી સિવાન VS સુભાન/રીના માર્લિના (ઇન્ડોનેશિયા) મિક્સ ડબલ્સ SH6 બ્રોન્ઝ મેડલ મેચ
શૂટિંગ માટે
4:30 PM: નિહાલ સિંહ, અમીર અહેમદ ભટ મિશ્રિત 25 મીટર પિસ્તોલ SH1 લાયકાત ઝડપી
પેરા બેડમિન્ટન
3:30 PM: નીતિશ કુમાર VS ડેનિયલ બેથેલ (ગ્રેટ બ્રિટન) મેન્સ સિંગલ્સ SL3 ગોલ્ડ મેડલ મેચ
પેરા બેડમિન્ટન
રાત્રે 8 વાગ્યે: તુલાસીમાથી મુરુગેસન VS કિયુ જિયા યાંગ (ચીન) મહિલા સિંગલ્સ SU5 ગોલ્ડ મેડલ મેચ
રાત્રે 8 વાગ્યે: મનીષા રામદાસ VS કેથરીન રોસેનગ્રેન (ડેનમાર્ક) મહિલા સિંગલ્સ SU5 બ્રોન્ઝ મેડલ મેચ
શૂટિંગ માટે
રાત્રે 8:15: નિહાલ સિંઘ, અમીર અહેમદ ભટ મિશ્રિત 25 મીટર પિસ્તોલ એસએચ1 ફાઇનલમાં (જો લાયક હોય તો)
પેરા તીરંદાજી
રાત્રે 8:40: રાકેશ કુમાર/શીતલ દેવી મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન ક્વાર્ટર ફાઇનલ્સ
પેરા એથ્લેટિક્સ
1:35 PM: યોગેશ કથુનિયા મેન્સ ડિસ્કસ થ્રો – F56 ફાઇનલ
પેરા બેડમિન્ટન
રાત્રે 9:40: સુકાંત કદમ VS ફ્રેડી સેટિયાવાન (ઇન્ડોનેશિયા) મેન્સ સિંગલ SL4 બ્રોન્ઝ મેડલ મેચ – F64 ફાઇનલ
રાત્રે 9:40: સુહાસ લલીનાકેરે યથિરાજ વિ લુકાસ મઝુર (ફ્રાન્સ) મેન્સ સિંગલ્સ SL4 ગોલ્ડ મેડલ મેચ
પેરા એથ્લેટિક્સ
10:34 PM: કંચન લાખાણી મહિલા ડિસ્કસ થ્રો – F53 ફાઇનલ
11:50 PM: દીપ્તિ જીવનજી મહિલા 400m – T20 રાઉન્ડ 1 – હીટ 1
પેરા બેડમિન્ટન
11:50 PM: નિત્યા શ્રી સુમતિ સિવાન VS રીના માર્લિના (ઇન્ડોનેશિયા) મહિલા સિંગલ્સ SH6 બ્રોન્ઝ મેડલ મેચ