December 29, 2024

નીતિશ રેડ્ડીએ સદી ફટકારીને રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયામાં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Nitish Reddy Test Century: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જત્યો હતો. જેમાં તે ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સ્ટીવ સ્મિથની સદીની મદદથી 474 રન બનાવામાં ટીમ સફળ રહી હતી. મહત્વની વાત તો એ છે કે આ મેચ દરમિયાન રોહિત શર્મા, વિરાટ કોહલી, પંત બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા છે. નીતીશ રેડ્ડી 8મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો:કામધેનુ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ પર યુવરાજસિંહ જાડેજાએ કર્યા સવાલો

પ્રથમ વખત અડધી સદી ફટકારી
નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વખત અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તેની અડધી સદીને કારણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી કાઢવામાંથી તે સફળ રહ્યો હતો. આવું કરતાની સાથે તે ટેસ્ટમાં નંબર-8 પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી આવું કરી શક્યો નથી. નીતિશ રેડ્ડીએ પોતાની દમદાર બેટિંગથી નવો ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે અને છેલ્લી સિઝનમાં તેણે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ પ્રાપ્ચ કર્યો છે. તે કુલ 15 મેચ રમ્યો છે.