‘કોઈએ ચિંતા કરવાની જરૂર નથી…’, માયાભાઈ આહિરે હોસ્પિટલમાંથી આપી પ્રતિક્રિયા

Ahmedabad: ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. જોકે, હાલ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત સ્વસ્થ છે. તેઓ અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કાર્યક્રમ દરમિયાન માયાભાઈને એક નળી બ્લોકેજ હોવાથી સ્ટેન્ડ મુકવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે કડીના ઝુલાસણ ગામમાં તેમનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી હતી. માયાભાઈ ડાયરા પહેલા રોકાયા હતા. તે ફાર્મ હાઉસમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જોકે, હાલ તેમની તબિયત સ્વસ્થ છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, તબિયત લથડ્યા બાદ પણ માયાભાઈ ડાયરામાં પહોચ્યા હતા. માયાભાઈએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો. સ્તુતિ પૂર્ણ કર્યા બાદ માયાભાઈ આહિરને હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચો: મહાકુભમાં માઘી પૂર્ણિમાને લઈ જાહેર કરી ટ્રાફિક એડવાઈઝરી, પ્રયાગરાજ જતા પહેલાં જાણી લો