February 16, 2025

‘કોઈ ત્રીજા પક્ષને નુકસાન ન થવું જોઈએ’, PM મોદી અને ટ્રમ્પની મુલાકાત પર ચીનનું નિવેદન

Modi US Visit: PM નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અંગે ચીને ખૂબ જ કડક પ્રતિક્રિયા આપી છે. ચીને આજે કહ્યું કે દ્વિપક્ષીય સહયોગમાં ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ અને તેનાથી કોઈ ત્રીજા દેશના હિતોને નુકસાન ન થવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત પર કહ્યું કે એશિયા-પેસિફિક શાંતિપૂર્ણ વિકાસનું કેન્દ્ર છે, ભૂ-રાજનીતિ માટે યુદ્ધનું ક્ષેત્ર નથી.

‘ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ’
નોંધનીય છે કે, પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, આ સિવાય બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં સ્વતંત્ર, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે અમેરિકા અને ભારત વચ્ચેની ગાઢ ભાગીદારીને મહત્ત્વપૂર્ણ ગણવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એક પ્રશ્નના જવાબમાં ગુઓએ કહ્યું કે ચીન માને છે કે દેશો વચ્ચેના સંબંધો અને સહયોગથી ચીનને લક્ષ્ય બનાવવું જોઈએ નહીં કે બીજાના હિતોને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે તે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અનુકૂળ હોવું જોઈએ.

‘જૂથવાદી સંઘર્ષમાં સામેલ થવાથી સુરક્ષા નહીં મળે’
ગુઓએ કહ્યું કે ખાસ જૂથો બનાવવા અને જૂથવાદી રાજકારણ અને જૂથવાદી સંઘર્ષમાં જોડાવાથી સુરક્ષા નહીં આવે અને એશિયા-પેસિફિક અને વિશ્વમાં કોઈ પણ રીતે શાંતિ અને સ્થિરતા જાળવી શકાશે નહીં. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ગુરુવારે (ભારતીય સમય અનુસાર શુક્રવાર)ની વાતચીત બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોને આગળ વધારવા માટે સંમત થયા છે. બંને નેતાઓએ એ વાતની પણ પુષ્ટિ કરી કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ગાઢ ભાગીદારી એક સ્વતંત્ર, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.