October 8, 2024

ગોવિંદા જ નહીં… આ સેલેબ્સ પણ થઈ ચૂક્યા છે બંદુકની ગોળીથી ઘાયલ, અમિતાભ બચ્ચન તો માંડ-માંડ બચ્યા હતા!

Mumbai: બોલિવૂડ એક્ટર ગોવિંદા ગોળી વાગતા ઘાયલ થયા છે. આ અકસ્માત 1 ઓક્ટોબરની સવારે થયો હતો. જ્યારે તે પોતાના ઘરે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ગોવિંદાની હાલત હવે સ્થિર છે. જો કે, ગોવિંદા અકસ્માતનો ભોગ બનનાર પ્રથમ અભિનેતા નથી. બિગ બીથી લઈને બોલિવૂડના જ્હોન અબ્રાહમ સુધી કોઈ પણ ઈજાથી દૂર નથી રહ્યું. તો ચાલો જાણીએ બોલિવૂડના કેટલાક એવા સુપરસ્ટાર્સ વિશે જેઓ ક્યારેક ફિલ્મના શૂટિંગ દરમિયાન તો ક્યારેક અકસ્માતના કારણે ઘાયલ થયા છે.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી એક ઘટના છે. જે મુજબ, શોલેના શૂટિંગ દરમિયાન તેમને લગભગ અસલી ગોળી વાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં એક સીન હતો જેમાં વીરુએ બસંતીને બચાવવાની હતી. આ દ્રશ્ય વાસ્તવિક લાગે તે માટે, અસલી ગોળીઓ લાવવામાં આવી હતી. પરંતુ ઘણી વખત રિટેક કરવા છતાં ધર્મેન્દ્ર એટલે કે વીરુ ગોળીઓનું બોક્સ ખોલી શક્યો ન હતો. દ્રશ્ય એવું હતું કે વીરુએ બંદૂકની ગોળીઓ પોતાના ખિસ્સામાં રાખવાની હતી, પરંતુ તેણે આ ગોળીઓ બંદૂકમાં લોડ કરી અને ફાયરિંગ કર્યું. આ જોઈને સેટ પર હાજર દરેક લોકો ડરી ગયા. આમાંથી એક ગોળી અમિતાભ બચ્ચનની ખૂબ નજીકથી પસાર થઈ હતી. તે માંડ માંડ બચ્યા.

કેટરીના કૈફ
કેટરીના અને ઈમરાન ખાન સ્ટારર ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં એક સીન હતો, જેમાં કેટરિનાની આસપાસ ઘણી બંદૂકો હતી. શૂટિંગ દરમિયાન કેટરિનાને ભૂલથી બંદૂકના બટથી ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે કેટરીનાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. જોકે, સેટ પર પ્રાથમિક સારવાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું લોહીં બંધ થઈ ગયું હતું.

આ પણ વાંચો: ગોળી વાગ્યા પછી ગોવિંદાનું પહેલું નિવેદન આવ્યું સામે, કહ્યું – મહાકાલની કૃપા…

જ્હોન અબ્રાહમ
બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એકદમ ફિટ છે. એક સમય એવો આવ્યો જ્યારે જ્હોન અબ્રાહમને ‘ખાલી’ ગોળી વાગી હતી. અસલી બુલેટની અસર માટે આ બુલેટનો ઉપયોગ ફિલ્મોમાં કરવામાં આવે છે. ગેંગસ્ટર માન્યા સુર્વે પર આધારિત ફિલ્મમાં જ્હોન અબ્રાહમ લીડ રોલમાં હતો. આ દરમિયાન એક ખાલી રાઉન્ડ તેને વાગ્યો જેના કારણે તે ઘાયલ થયો.

આ દરમિયાન ગોવિંદાએ હોસ્પિટલ તરફથી એક ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. ગોવિંદાએ ડોક્ટર્સ અને ફેન્સનો આભાર માન્યો છે. ગોવિંદાએ કહ્યું, “તમારા બધાના આશીર્વાદ, બાબા ભોલેના આશીર્વાદ અને ગુરુની કૃપાથી જે ગોળી વાગી હતી તે નીકાળી દેવામાં આવી છે. હું ડૉ. અગ્રવાલનો આભાર માનું છું અને મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારો પણ આભાર માનું છું. ગોવિંદાનું આ નિવેદન ઓડિયો સ્વરૂપમાં આવ્યું છે, જેને ગોવિંદાના નજીકના મિત્ર, પૂર્વ ધારાસભ્ય અને શિવસેના શિંદે જૂથના પ્રવક્તા કૃષ્ણા હેગડે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઓડિયો મેસેજમાં ગોવિંદાના અવાજ પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની હાલત એકદમ ગંભીર હતી.