June 26, 2024

WhatsAppમાં પડી જશે હવે મજા, આવી રહ્યું છે મજેદાર ફીચર

WhatsApp: મોટા ભાગના લોકો આજના સમયમાં WhatsAppનો વપરાશ કરે છે. પછી કામના ડોક્યુમેન્ટ હોય કે પછી કોઈ પણ ફાઈલ શેર કરવી હોય WhatsAppનો ઉપયોગ કરવામાં આવે છે. WhatsApp એવું પ્લેટફોર્મ બની ગયું છે કે તેના વગર ચાલે તેવું નથી. ત્યારે WhatsApp પણ તેના વપરાશકર્તાઓ માટે ધ્યાન રાખે છે કે તેમને નવો નવો અનુભવ મળતો રહે. ફરી એક વાર વોટ્સએપમાં નવું અપડેટ આવ્યું છે. આવો જાણીએ કે WhatsApp શું લાવ્યું નવું અપડેટ.

મુખ્ય માધ્યમ
આજના સમયમાં WhatsAppને દુનિયામાં અંદાજે 2.4 અબજ લોકો વપરાશ કરે છે. આ જ કારણ છે કે કંપની યુઝર્સને નવો અનુભવ આપવા માટે નવા ફીચર્સ લાવી રહી છે. વોટ્સએપે 2024માં પોતાના પ્લેટફોર્મ પર સતત અપડેટ લાવી રહ્યું છે. જેમાં વધુ એક ફીચર એડ કર્યું છે. આવનારા ફીચરથી યુઝર્સ વૉઇસ મેસેજને ટેક્સ્ટ મેસેજમાં કન્વર્ટ કરી શકશે. જેના કારણે યુઝર્સને વધારે ફાયદો રહેશે.

કન્વર્ટ કરશે
કંપનીના ફીચર્સ અને અપડેટ્સ પર નજર રાખતી વેબસાઈટ WhatsAppinfo દ્વારા WhatsAppના આગામી ફીચર્સ વિશે માહિતી આપવામાં આવી છે. Wabeta ની માહિતી અનુસાર, ટૂંક સમયમાં જ યુઝર્સને WhatsApp પર વોઈસ નોટ્સ ટ્રાન્સક્રાઈબ કરવાની સુવિધા મળશે. આ સુવિધાની રજૂઆત પછી, વપરાશકર્તાઓને કોઈપણ ઇન્ટરવ્યુ અથવા વૉઇસ ટિપ્પણીને ટ્રાન્સક્રાઇબ કરવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો: Elon Musk એ X પર કર્યો મોટો ફેરફાર

આ વિકલ્પ મળશે
WhatsAppinfoમાં આપેલી માહિતી પ્રમાણે WhatsAppના આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. થોડા જ સમયમાં વપરાશકર્તાઓ માટે આ ફીચર આવી જશે. જેમાં વપરાશકર્તાઓને વૉઇસ ટ્રાન્સક્રિપ્ટનો વિકલ્પ મળી રહેશે. આ સાથે સ્પેનિશ, પોર્ટુગીઝ, અંગ્રેજી, રશિયન, હિન્દી સહિત ઘણી ભાષાઓના ટ્રાન્સક્રિપ્શનનો વિકલ્પ પણ મળી રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય બાદ બીજી ભાષા પણ એડ કરવામાં આવશે.