દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપને ટોણો માર્યો, ‘ઔર લડો આપસ મેં’

Omar Abdullah on Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની ગણતરી થઈ રહી છે. આ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ઓમર અબ્દુલ્લાએ X પ્લેટફોર્મ પર એક મીમ શેર કર્યો છે.આવો જાણીએ કે શું કરી છે તેમણે પોસ્ટ.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
આ પણ વાંચો: પોરબંદરમાં સતત બીજે દિવસે ડીમોલેશનની કામગીરી યથાવત
ઓમર અબ્દુલ્લાએ કરી પોસ્ટ
ઓમર અબ્દુલ્લાએ X પ્લેટફોર્મ પર એક મીમ શેર કર્યો છે. જેમાં ભગવા કપડામાં એક સંત ગુસ્સામાં જોવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે કે ‘ઔર લડો આપસ મે”. આ પોસ્ટ પરથી ચોક્કસ અંદાજ લગાવી શકાય છે કે ઓમર અબ્દુલ્લાનું સીધું નિશાન આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ પર છે. ખાસ વાત તો એ છે કે દિલ્હીમાં મતદાન પછી બહાર આવેલા એક્ઝિટ પોલ સાચા પડી રહ્યા છે.