December 5, 2024

OnePlus 12Rની કિંમતમાં મોટો ઘટાડો, સસ્તામાં ખરીદવાની બેસ્ટ તક

OnePlus 12Rની કિંમતમાં ઘટાડો થયો છે. લોન્ચ કિંમત કરતાં અત્યારે 7,000 રૂપિયામાં સસ્તો મળી રહ્યો છે. એમેઝોન પર સેલ ચાલી રહ્યો છે. જેમાં આ ફોન પર બમ્પર ઓફર મળી રહી છે. આ સેલ આજે રાતે 12 વાગ્યાના પુર્ણ થઈ જશે. જો તમારે પણ આ ફોન સસ્તામાં ખરીદવો હોય તો આજે રાતે 12 વાગ્યા સુધી છેલ્લી તક છે.

OnePlus 12R ના દરેક વેરિઅન્ટની કિંમત
8GB RAM + 128GB – રૂપિયા 39,999, ડિસ્કાઉન્ટ પછી કિંમત – રૂપિયા 35,999
16GB રેમ + 256GB – રૂપિયા 45,999, ડિસ્કાઉન્ટ પછી કિંમત – રૂપિયા 40,999
8GB RAM + 256GB – રૂપિયા 42,999, ડિસ્કાઉન્ટ પછી કિંમત – રૂપિયા 38,999

આ પણ વાંચો: પીવી સિંધુ બનશે દુલ્હન, જાણો ક્યાં થશે લગ્ન

OnePlus 12R ના ફિચર
વનપ્લસનો આ ફોન આ વર્ષની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનના ફિચરની વાત કરવામાં આવે તો ફોનમાં 6.78 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે તમને મળી રહેશે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 16GB રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ પણ મળી રહેશે. ફોનમાં સેલ્ફી માટે 16MP કેમેરા આપવામાં આવ્યો છે. 5,500mAh બેટરીની સાથે ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે.