પાવર બેંકને પણ પછાડી દેશે આ લોન્ચ થયેલ OnePlus Padની બેટરી, જાણો કિંમત
OnePlus Pad: જે લોકો ટેબલેટ ખરીદવા માંગે છે કે પછી જે લોકોને ટેબલેટ ખરીદવાનો શોખ રાખે છે તે લોકો માટે સારા સમાચાર છે. OnePlusએ નવું ટેબલેટ OnePlus Pad લોન્ચ કર્યું છે. કંપનીએ આ ટેબલેટમાં પાવર બેંક જેવી મોટી બેટરી આપી છે. જેને તમે આખા દિવસ દરમિયાન બેટરી ચાર્જ કર્યા વગર વાપરી શકો છો. કારણ કે OnePlusએ તેમાં ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કર્યું છે.
આ પણ વાંચો: આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ
વનપ્લસ પેડના વેરિઅન્ટની કિંમત
OnePlus Padને કંપનીએ ચાર વેરિએન્ટ સાથે લોન્ચ કર્યું છે. જેમાં 12GB+512GBના સ્ટોરેજ વિકલ્પો અને 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB મળી રહેશે. OnePlus Padમાં કંપનીએ 2.8K રિઝોલ્યુશન સાથે 11.61 ઇંચની ડિસ્પ્લે આપી છે. હાઇ સ્પીડ પરફોર્મન્સ માટે, તેને 4nm ટેક્નોલોજી સાથે MediaTek ડાયમેન્શન 8350 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ટેબલેટમાં 8-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરા આપવામાં આપવામાં આવ્યો છે. તમને 9520mAhની મોટી બેટરી મળે છે. 67W ફાસ્ટ સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ સાથે ચાર્જ કરી શકશો.