November 24, 2024

ડુંગળીના ભાવમાં ફરી વધારો, જાણો કેમ વધી રહ્યા છે ભાવ

Onion Price Surge: ડુંગળીના ભાવમાં ફરી વધારો થયો છે. રિટેલ માર્કેટમાં તેની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાના ભાવની વાત કરવામાં આવે તો ડુંગળીના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. ડુંગળીની નિકાસમાં વધારો થયો છે જેના કારણે તેની કિંમત વધી રહી છે.

ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા
ડુંગળીના ભાવ ફરી વધ્યા છે. રિટેલ માર્કેટમાં તેની કિંમત 80 રૂપિયા થઈ ગઈ છે. નવા પાકના અભાવના કારણે નિકાસના ભાવમાં વધારો થયો છે. નિષ્ણાતોના મતે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટકમાં ખરીફ પાકની ગુણવત્તા નબળી હતી. ડુંગળીના પાકની માંગ વધી છે. આ કારણોસર ડુંગળીના ભાવમાં વધારો થયો છે. બાંગ્લાદેશ દ્વારા ડુંગળી પરની આયાત ડ્યૂટી ડટાવી દેવામાં આવી છે. જેના કારણે નિકાસમાં પણ વધારો થયો છે. નવા પાકની આવક શરૂ થતાની સાથે ભાવમાં ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો: ધનતેરસ પર Jio આપી રહ્યું છે ઘરે બેઠાં સોનું ખરીદવાની તક

ડુંગળી ક્યારે સસ્તી થશે?
એક રિપોર્ટ પ્રમાણે રાજસ્થાનના અલવર જેવા કેટલાક બજારોમાં નવા ખરીફ પાકની આવક વધવા લાગી છે. જેના કારણે આવકમાં 40% વધારો થવા લાગ્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ ડુંગળીની નવી આવક થવાની છે. નવેમ્બરના અંત સુધીમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.