Operation Gangajal હેઠળ સરકારે આરોગ્ય વિભાગના 4 અધિકારીઓને ઘર ભેગા કર્યા
Operation Gangajal Gujarat Govt: રાજ્યમાં ફરી એકવાર ઓપરેશન ગંગાજળ જોવા મળ્યું છે. રાજ્ય સરકારે 4 અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત કર્યા છે. આરોગ્ય વિભાગના 4 અધિકારીઓને ઘર ભેગા કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં હેડ ક્લાર્ક જે.એચ પટેલ, જામનગરના જોડીયા, વાવ સા.આ.કે માં સીનીયર ક્લાર્ક ડી.સી ગામીત, પાળિયાદ સા.આ.કે ના હેડ ક્લાર્ક બી.વી ગાંગડીયા, સુદામડા સા.આ.કે ના સીનીયર આસીસ્ટન્ટ શૈલેષ પંડ્યા સ્વૈચ્છિક નિવૃત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના બાથરૂમમાં CISF જવાને પોતાને ગોળી મારી કરી આત્મહત્યા
ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ
ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાણે સફાળી જાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. રહી રહીને હવે સરકારના ધ્યાનમાં બેદરકાર અધિકારીઓ ધ્યાનમાં આવ્યા છે. હેડ ક્લાર્ક જે.એચ પટેલ, જામનગરના જોડીયા, વાવ સા.આ.કે માં સીનીયર ક્લાર્ક ડી.સી ગામીત, પાળિયાદ સા.આ.કે ના હેડ ક્લાર્ક બી.વી ગાંગડીયા, સુદામડા સા.આ.કે ના સીનીયર આસીસ્ટન્ટ શૈલેષ પંડ્યા સ્વૈચ્છિક નિવૃત કરવામાં આવ્યા છે.