September 19, 2024

તહેવાર પર મોબાઇલ લેવાનો વિચાર હોય તો Oppoનો ફોન 15 હજારમાં જલસો કરાવી દેશે

Oppo A3 5G: જાણીતી ટેક કંપની એપલની નવી નવી અપડેટ સામે ટકી રહેવા માટે ઓપ્પો અને વીવો જેવી મોબાઈલ ફોન બનાવી કંપનીઓ પોતાના ડિવાઈસમાં ફેરફાર કરીને માર્કેટમાં ખરી સ્પર્ધા આપે છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, એપલ કંપનીના ડિવાઈસ વાપરનાર એક અલગ ચાહકવર્ગ છે. આ કંપનીના ફિચર્સની આબેહુબ નવા ફિચર્સ ડેવલપ કરીને બીજી કંપનીઓ પોતાના ડિવાઈસને આઈફોનની સમકક્ષ મૂકવા માટે અનેક વખત પ્રયાસ કરી ચૂકી છે. આ સ્પર્ધામાં કેટલીક વાર એપલ કંપની પાસ થાય છે તો ક્યારેક તેની હરીફ મનાતી કંપનીઓ ફાવી જાય છે. કરોડોમાં કમાણી કરી જાય છે.

કલર ઓપ્શન સાથે આવ્યો
તહેવારના દિવસોમાં નવો ફોન લેવાની ગણતરી હોય તો મીડ બજેટ સેગમેન્ટમાં ઓપ્પો કંપની એક મસ્ત ફોન માર્કેટમાં મૂકી રહી છે. જેમાં 50 મેગા પિક્સલનો કેમેરા DSLR કેમેરાની ગરજ સારે છે. મીડિયાટેક ડાયમેંસિટી 6300 પ્રોસેસર, 45w ફાસ્ટ ચાર્જિંગ સાથે ફોન તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે 5100Mhની બેટરી ઝડપથી ચાર્જ થતા કોઈ બીજ લોડ નથી. Oppo A3 5G સ્માર્ટફોન સિંગલ સ્ટોરેજ અને બે કલર ઓપ્શન સાથે આવ્યો છે. અહીં તેની કિંમત 15,999 રૂપિયા છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી સ્માર્ટફોન ખરીદી શકે છે. ભારતીય બજારમાં રૂપિયા 20 હજારથી ઓછાના બજેટ સેગમેન્ટમાં, સ્માર્ટફોન OnePlus Nord CE 3 Lite 5G, Vivo Y58 5G, Infinix Note 40 5G અને તાજેતરમાં લૉન્ચ થયેલા Oppo A3 Pro સાથે સ્પર્ધા કરશે.

ફિચર્સ અને ક્વોલિટી

ડિસ્પ્લે: Oppo A3 સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની ફુલ HD ડિસ્પ્લે છે. સ્ક્રીન રીઝોલ્યુશન 1604 × 720 છે અને પીક બ્રાઇટનેસ 1000 nits છે.

કેમેરાઃ ફોટોગ્રાફી માટે Oppo A3ની બેક પેનલ પર LED ફ્લેશ લાઇટ સાથેનો 50-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5MP ફ્રન્ટ કેમેરા છે.

આ પણ વાંચો: Raksha Bandhan પર ઘરમાં નથી કોઈ મીઠાઈ તો 10 મિનિટમાં બનાવો આ રસ મધૂરા મલાઈ રોલ

પ્રોસેસર અને ઓએસ: પરફોર્મન્સ માટે, સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 6300 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

રેમ અને સ્ટોરેજઃ સ્માર્ટફોનને કામ કરવા માટે 6GB રેમ આપવામાં આવી છે. ડેટા સ્ટોરેજમાં 128GB સ્પેસ છે. યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ તેને વધારી શકે છે.

આઈફોન જેવો લૂક
ફોનનો સમગ્ર લૂક જોવા જઈએ તો આઈફોન જેવો આવે છે. મીડ બજેટ સેગમેન્ટમાં આ ફોન બેસ્ટ છે. આ સિવાય પણ ઓપ્પો તેના કેમેરાને લઈને અનેક વખત ચર્ચામાં રહ્યો છે. જોકે, વીવોની વાય સિરીઝ અને સેમસંગની ગેલેક્સી સિરીઝ એની સાથે ટક્કરમાં છે. આ જ કિંમતમાં એક સાથે ત્રણથી ચાર ઓપ્શન મળી રહેતા ઘણા ફાયદો ગ્રાહકોને મળી રહ્યા છે. ખાસ કરીને ફેસ્ટિવલ પર ડીલર્સની સ્કિમ અંતર્ગત ઘણી વખત કેટલીક ફ્રિ ગિફ્ટ પણ મળી રહે છે. જ્યારે ઓનલાઈન સ્ટોરમાંથી ખરીદવામાં આવતા કિંમતમાં કેટલુંક ડિસ્કાઉન્ટ પણ ફાયદો કરાવી જાય છે.