Women’s Day: PM મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવાની તક!

Women’s Day: 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે દેશની પસંદગીની મહિલાઓને PM નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવાનો મોકો મળશે. PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ મહિલા દિવસ નિમિત્તે એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મહિલાઓને સોંપશે. પીએમની આ જાહેરાત પછી, સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતી મહિલાઓએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે અને તેઓ તેમના જીવનની કહાનીઓ કહી રહ્યા છે.

‘જીવનની ખૂબ જ પ્રેરણાદાયી યાત્રાઓ શેર થતી જોઈ રહ્યો છું’
સોમવારે એક X પોસ્ટમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે નમો એપ ઓપન ફોરમ પર જીવનની ઘણી યાત્રાઓ શેર કરવી પ્રેરણાદાયક છે. PMએ જાહેરાત કરી કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પસંદગીની મહિલાઓને એક દિવસ માટે તેમના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળવાની તક મળશે. તેમણે કહ્યું, ‘હું નમો એપ ઓપન ફોરમ પર ખૂબ જ પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર થતી જોઈ રહ્યો છું, જેમાંથી 8 માર્ચના મહિલા દિવસ પર મારા ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળવા માટે કેટલીક મહિલાઓની પસંદગી કરવામાં આવશે. આવી વધુ જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરું છું.

2020માં પણ 7 મહિલાઓએ પીએમના એકાઉન્ટ હેન્ડલ કર્યા હતા
PM નરેન્દ્ર મોદીએ આવી પ્રેરણાદાયી જીવનયાત્રાને વધુ શેર કરવા વિનંતી કરી. નોંધનીય છે કે, PM મોદીએ ‘મન કી બાત’ના 119મા એપિસોડમાં આ વાતની ખાસ જાહેરાત કરી હતી. પીએમ મોદી વિશ્વના સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક છે. અગાઉ 2020માં, પીએમ મોદીએ પણ આવી જ રીતે 7 પ્રેરણાદાયી મહિલાઓને પોતાના એકાઉન્ટ્સ સોંપ્યા હતા. જોકે, આ વખતે, પીએમ મોદીની અપીલ પર, સમગ્ર દેશની મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ નમો એપ પર પોતાની કહાનીઓ શેર કરી રહી છે.