December 17, 2024

‘One Nation-One Election’ બિલ લોકસભામાં સ્વીકારાયું, JCPને મોકલવાની તૈયારી

One Nation One Election: ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત લોકસભામાં પણ તે બીલનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બિલના સમર્થનમાં 269 વોટ પડ્યા અને તેની વિરુદ્ધ 198 મત પડ્યા હતા. હવે આ બિલ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવશે. મંગળવારે જ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે સંસદમાં પહેલીવાર ઈલેક્ટ્રોનિક રીતે મતદાન થયું હતું.

મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે ‘બંધારણ (129મો સુધારો) વિધેયક, 2024’ અને સંબંધિત ‘કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ, 2024’ જોગવાઈ ધરાવતું સંસદના નીચલા ગૃહમાં રજૂઆત માટે મૂકવામાં આવ્યું હતું.

વન નેશન વન ઈલેક્શનની ચર્ચા કે પાસ થવા માટે વોટિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અગાઉ ગૃહમાં કહ્યું હતું કે આ બિલને સંસદીય સમિતિને પણ ચર્ચા માટે મોકલી શકાય છે. તેમણે કહ્યું, ‘જ્યારે કેબિનેટ સમક્ષ વન નેશન વન ઈલેક્શન આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવે. આ અંગે દરેક સ્તરે વિગતવાર ચર્ચા થવી જોઈએ.

સમર્થનમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યા
‘વન નેશન વન ઇલેક્શન બિલ’ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદોના વિરોધ બાદ આ બિલને સ્વીકારવા માટે મતદાન કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યા. ‘વન નેશન વન ઇલેક્શન બિલ’ JPCને મોકલવામાં આવશે. કોંગ્રેસ, સપા, એનસીપીએ આની માંગણી કરી હતી. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે પ્રસ્તાવ મૂક્યો છે.

ચર્ચા માટે સમય મળશે
શાહ ઉપરાંત બિરલાએ પણ કહ્યું છે કે બિલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, તેમણે કહ્યું કે મંત્રીએ કહ્યું છે કે જેપીસી દરમિયાન વિગતવાર ચર્ચા થશે અને તમામ પક્ષોના સભ્યો હાજર રહેશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે બિલ આવશે ત્યારે ચર્ચા માટે પૂરો સમય હશે અને સભ્યો ઈચ્છે ત્યાં સુધી ચર્ચા થશે.