December 20, 2024

કેવી રીતે સતાધારનો પાડો થયો પીર, જેને મારવા જતા કટરના કટકા થયેલા

Satadhar Temple History: આજના સમયનું જાગતું પીરાણું એટલે સતાધાર. કોઈનો આધાર ના હોય તેનો આધાર એટલે સતાધાર. આ એવું સ્થળ છે કે ભૂખ્યાને રોટલો મળી રહે અને આશરા વિહોણાને ઓટલો મળી રહે. મૂંગા હોય કે બહેરા કે પછી કોઈ પણ જ્ઞાતિના લોકો અહિંયા આશરો ભેદભાવ વગર મળે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે આ સ્થળ એક વિસામા સમાન છે. જ્યાં દિવસના કેટલા કેન દૂધ ઠલવાય કે પછી દિવસના કેટલા ખટારા અન્ન આવ્યું તેનો કોઈ હિસાબ ના રહે આ સતાધાર. આ જગ્યાના નામનું પણ અનોખું મહત્વ છે. જેમાં કોઈની પણ સત્તા ના ચાલે જ્યાં પોતાની સતા ચાલે તે સતાધાર. હાલ તો ઘણા વિવાદોમાં આ ઘામ ફસાયેલું છે. પરંતુ કેટલાય લોકોની આસ્થા આ સ્થળ સાથે જોડાયેલી છે. અહિંયા એક પાડાનું પણ મંદિર છે. આવો જાણીએ કે આ પાડો કેવી રીતે પીર બની ગયો.

આપાગીગા સતાધાર આવ્યા હતા
ઇ.સ. 1800માં આપાગીગા સતાધાર આવ્યા હતા. તેમણે કેટલા પરચા આપ્યા હતા. જે હજૂ પણ તમે સતાધાર જાવ તો જોઈ શકો છો. તેમની પાસે દિવ્યશક્તિ હતી જે મહાદેવ અને દાનબાપુ તરફથી મળી હતી. પહેલેથી સતાધાર સેવા માટે અને ગૌસેવા માટે જાણીતું છે. તેમણે સતાધારની સ્થાપના કરી અને લોકસેવા શરૂ કરી હતી. આ સમયે તેમણે મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે તેને રોટલો મળી રહેતો. તેની સાથે કેટલીય સેવા શરૂ કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ છે કે ગીરનારમાં જેટલા સાધુઓ હતા એટલા સાધુઓ સતાધારમાં આશરો લેવા આવ્યા હતા. જોકે આ સાધુઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓછા થઈ ગયા હતા.

આ પણ વાંચો: લાડલી બહેન યોજનાથી જનતાની લાડકી બની ‘મહાયુતિ’ સરકાર?

પાડો પણ થઈ ગયો પીર
સતાધારમાં ભોજ નામની ભેંસ હતી. આ ભેંસના દૂધને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવતું હતું. આ ભેંસને એક પાડો અને એક પાડી હતી. અમરેલીમાં આવેલા સાવરકુંડલાના નેસડી ગામેથી થોડા લોકો સતાધાર આવે છે. શામજીબાપુ પાસેથી એક સારા પાડાની માગણી કરે છે. બાપુ તો જીવના ભોળા. બાપુ પાડો આપવાની હા પાડી દે છે. પરંતુ એક શરત મૂકે છે કે અમારા આ પાડાને તમારા દિકરાની જેમ સાચવો તો આપું અને જો ના સચવાઈ તો તમે ફરી પાછો મૂકી જાજો. મહેરબાની કરીને તમે આ પાડાને બીજી કોઈ જગ્યાએ વહેંચતા નહી. થોડા જ સમયમાં જે પાડો લઈ ગયા હતા તેમનું મોત થઈ ગયું હતું. તેની પત્નીએ આ પાડાને માત્ર 1500 રુપિયામાં વેંચી નાંખ્યો હતો. આ પછી જે લોકોએ આ પાડાની ખરીદી કરી તેણે પણ પાડાને મુંબઈમાં 5 હજારમાં કસાઇને વેંચી નાંખ્યો હતો. કતલખાનામાં પાડાને લઈ ગયા પરંતુ કરવતના કટકાં થઈ ગયા અને પછી કસાઇના પગ કપાઇ ગયા. કસાઇના દિકરાને રાત્રે સ્વપ્ન આવ્યું કે આ પાડો મારી જગ્યાનો છે તેને પાછો મૂકી આવો. ત્યારે આ પાડો ફરી સાવરકુંડલા આવ્યો અને ત્યાંથી પાછો સતાધાર આવ્યો.