રાષ્ટ્રપતિએ 71 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા, સુશીલ મોદી-પંકજ ઉધાસને મરણોત્તર પદ્મ ભૂષણ એનાયત

Padma Awards 2025: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયનમાં આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-1માં વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુલ 71 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા, જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. 71 લોકોની આ યાદીમાં સુશીલ મોદી અને પંકજ ઉધાસને મરણોત્તર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા.
પદ્મ વિભૂષણ કોને મળ્યું?
71 લોકોની યાદીમાં 4 વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે.
- એમ. ટી. વાસુદેવન નાયર (મરણોત્તર)
- ડો. દુવ્વુર નાગેશ્વર રેડ્ડી
- ડો.લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ
- ઓસામુ સુઝુકી (મરણોત્તર)
પદ્મ ભૂષણ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા
કુલ 10 લોકોને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- નંદમુરી બાલકૃષ્ણ
- વિનોદ કુમાર ધામ
- સુશીલ કુમાર મોદી (મરણોત્તર)
- શેખર કપૂર
- એસ અજિત કુમાર
- પંકજ આર. પટેલ
- ડૉ. જોસ ચાકો પેરિયાપ્પુરમ
- ડૉ. અરકલગુડ અનંતરામૈયા સૂર્ય પ્રકાશ
- શ્રીજેશ પી.આર.
- પંકજ કેશુભાઈ ઉધાસ (મરણોત્તર)