પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના એક પ્રવાસીનું મોત, પરિવાર સાથે ફરવા ગયા હતા

સુરતઃ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથીયાનું મોત નીપજ્યું છે. આ સાથે જ સરકારે કુલ 16 મૃતકો સહિત 10 ઇજાગ્રસ્તોની યાદી જાહેર કરી છે. ત્યારે શૈલેષભાઈના પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ આવી છે.

મળતી માહિતી પ્રમાણે, શૈલેષ કળથીયા સુરતના ચીકુવાડી વિસ્તારમાં હરિકુંજ સોસાયટીના 29 નંબરના મકાનમાં રહેતા હતા. તેઓ સુરતનું મકાન ભાડે આપી વડોદરા સ્થાયી થયા હતા. જ્યાં 9 વર્ષ રહ્યા બાદ બેન્ક ટ્રાન્સફર લઈ છેલ્લા 1 વર્ષથી મુંબઈ સ્થાયી થયા હતા. ત્યાં તેઓ બેંકમાં તેઓ નોકરી કરતા હતા.

તેઓ પરિવાર સાથે ફરવા ગયા હતા અને આતંકી હુમલામાં શૈલેષ કળથીયાનું મોત થયું છે. આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યો સલામત છે. શૈલેષ કળથીયાના માતા પિતા અમરેલીના દામનગરના ધુફણીયા ગામના રહેવાસી છે.