ધારીની મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું, મોબાઈલના આધારે તપાસ શરૂ

અમરેલી: ધારીની મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. ધારી પોલીસ, SOG દ્વારા મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે તપાસ શરૂ કરી છે. જેમાં મૌલાના પાસેથી આધારકાર્ડ સિવાય કોઈ ડોક્યુમેન્ટ મળી આવેલ ન હતા. પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મળી આવ્યા છે જેની તપાસ શરૂ છે. તેમજ મોબાઇલમાં વોટ્સઅપ ગ્રુપમાં પાકિસ્તાન અને અભઘાનિસ્તાનના ગ્રુપોની માહિત મંગાવવામાં આવી છે.
પોલીસ દ્વારા મોબાઈલના આધારે તપાસ ચાલુ છે. જે માટે મોબાઇલ ફોનને આગળ ટેકનિકલ ટીમમાં મોકલવામાં આવ્યો છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેશામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલાના મોહમદફઝલ શેખના મોબાઈલમાંથી “પાકિસ્તાન” અને “અફઘાનિસ્તાન”ના સોશ્યલ મીડિયામાં ગ્રુપો મળી આવ્યા હતા. કેટલા સમયથી રહેતો હતો, અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું, પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસે સક્રિય તપાસ હાથ ધરી છે. હિમખીમડીમાં આવેલ મદ્રેસોની કાયદેસર જગ્યામાં છે કે નહીં તે નકશાઓ જોઈ તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.