October 28, 2024

દુનિયાના સૌથી ખતરનાક દેશની ટોપ 3 યાદીમાં પાકિસ્તાન સામેલ

Dangerous Countries: વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓફ લો ઈન્ડેક્સ 2024નો રિપોર્ટ આવ્યો છે. દુનિયાના સૌથી ખતરનાક દેશોની ટોપ 3 યાદીમાં પાકિસ્તાનનું નામ સામેલ થયું છે. મહત્વની વાત એ છે કે પાકિસ્તાની ટીકા દુનિયાભરમાં દરેક મુદ્દે થાય છે. જોકે પાકિસ્તાનને કોઈ ફરક પડતો નથી.

પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ
વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રુલ ઑફ લૉ ઇન્ડેક્સ, 2024માં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ છે કે તેને દુનિયાનો ત્રીજો સૌથી ખરાબ દેશ ગણવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઓડિશામાં વાવાઝોડા ‘દાના’ની સાથે સાપે તબાહી મચાવી, 28 લોકો હોસ્પિટલમાં દાખલ

અહીં ટોચના બેસ્ટ 5 દેશ
આ રેન્કિંગમાં ડેનમાર્ક નંબર વન પર, બીજા ક્રમે નોર્વે, ત્રીજા ક્રમે ફિનલેન્ડ, ચોથા ક્રમે સ્વીડન અને પાંચમા ક્રમે જર્મની છે. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રુલ ઑફ લૉ ઇન્ડેક્સ દર વર્ષના આ યાદી બહાર પાડે છે. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓલ લો ઈન્ડેક્સ 2024ના રિપોર્ટ પ્રમાણે મોટાભાગના દેશોની રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ યાદીમાં 142 દેશોની રેન્કિંગમાં ભારતનું સ્થાન 98મું છે. આ ઇન્ડેક્સમાં દક્ષિણ એશિયાના છ દેશોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સૌથી નીચલા સ્થાન પર છે.