November 22, 2024

પાકિસ્તાન બન્યું ઝેરી, એક જ પરિવારના 13 સભ્યોને ઝેરી દૂધ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા

Karachi: પાકિસ્તાનમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક જ પરિવારના 13 સભ્યોને ઝેરીલું દૂધ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં તમામ 13 લોકોના મોત થયા છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પોલીસે આપી જાણકારી
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝેર પીને 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જમીન વિવાદના કારણે એક જ પરિવારના લોકોને ઝેરી દૂધ પીવડાવ્યું હતું. જેથી 13 લોકોના મોત થયા છે. પોલીસે આ વિશે જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના 19 ઓગસ્ટે ખૈરપુર નજીક હૈબત ખાન બ્રોહી ગામમાં બની હતી. કેટલાક નજીકના સંબંધીઓને આશંકા છે કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે કારણ કે પરિવારના કેટલાક લોકો સાથે જમીન વિવાદ હતો. મૃત્યુના દિવસે પરિવારના સભ્યોએ જે દૂધ પીધું હતું તેમાં ઝેરી પદાર્થ નાંખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Port Blair હવે ‘શ્રી વિજયપુરમ’ તરીકે ઓળખાશે, અમિત શાહે કરી જાહેરાત

પાકિસ્તાન પોલીસ ચોંકી ઉઠી
આ ઘટનાથી પાકિસ્તાન પોલીસ પણ ચોંકી ગઈ હતી. કે પોલીસ દરેક ખૂણાની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે અમે આ કેસમાં સાવધાની સાથે આગળ વધી રહ્યા છીએ. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વાવાઝોડાને કારણે શુક્રવારે મોડી રાત્રે એક ઘરની છત તૂટી પડતાં ત્રણ બાળકો સહિત એક પરિવારના પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ બનાવને લઈને મુખ્યમંત્રી કે.પી.કે. અલી અમીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારને રોકડ રકમની જાહેરાત કરી છે.