પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ પર અમેરિકામાં લગાવી શકે છે પ્રતિબંઘ, જાણો કેમ
Sanctions on Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર વિરુદ્ધ અમેરિકી પ્રતિબંધો લાદવાની માંગ અમેરિકી સંસદમાં તેજ બની છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્નાએ જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનના અસલી શાસક ગણાવ્યા છે. તેણે અમેરિકી સરકાર પાસે માનવાધિકારનું ઉલ્લંઘન કરવા બદલ અસીમ મુનીર સામે પ્રતિબંધો લાદવાની માંગ કરી છે. આ સિવાય અમેરિકન સાંસદ ગ્રેગ કાસરે પણ મુનીર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમણે પાકિસ્તાનને લઈને અમેરિકન નીતિઓમાં સુધારાની માંગ કરી છે. જેના કારણે પાકિસ્તાનને આગામી દિવસોમાં હથિયારો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રો ખન્નાએ પાકિસ્તાની આર્મી ચીફ અને અન્ય કમાન્ડરો પર આંતરરાષ્ટ્રીય અપરાધો કરવા બદલ અમેરિકી સરકાર પાસેથી પ્રતિબંધોની માંગ કરી છે. તેમણે કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનની ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ છે અને ઈમરાન ખાન જેલમાં છે.’ ખન્નાએ અસીમ મુનીરને પાકિસ્તાની જનરલને બદલે લશ્કરી શાસક કહ્યા છે. તેમણે કહ્યું, ‘જનરલ મુનીર અમેરિકામાં લોકશાહી તરફી લોકોના પરિવારોને નિશાન બનાવી રહ્યા છે. આપણે તરત જ જનરલ મુનીર અને તેના સહયોગીઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
આ પણ વાંચો: રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે? રાયબરેલી કે વાયનાડ પર આજે થશે ફેંસલો!
પાકિસ્તાની સેના પ્રમુખને જવાબદાર ગણવામાં આવશે
જનરલ મુનીરના કાર્યકાળ દરમિયાન ઈમરાનના સમર્થકોને ઉગ્રતાથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતા શાહબાઝ ગિલના ભાઈની હત્યા કરવામાં આવી છે. જનરલ મુનીરના વિરોધીઓને ડરાવવા માટે આવા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમેરિકન સાંસદ ગ્રેગ કાસરે અમેરિકન નીતિઓમાં ફેરફારની માંગ કરી છે. જેથી પાકિસ્તાનમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અને માનવાધિકારના ભંગ માટે જનરલ મુનીરને જવાબદાર ઠેરવી શકાય. આવી સ્થિતિમાં જ્યાં સુધી પાકિસ્તાન અમેરિકાની શરતો પૂરી નહીં કરે ત્યાં સુધી અમેરિકા તરફથી પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સહાય બંધ કરવામાં આવશે.
અમેરિકા પાકિસ્તાન સમક્ષ એક શરત રાખશે
એમપી ગ્રેગે કહ્યું કે અમારી શરતોમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ, ન્યાયાધીશોને ધમકી આપતા રોકવા અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને તેને પાકિસ્તાન માટે મોટું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની જનરલ વિરુદ્ધ અમેરિકા દ્વારા ઉઠાવવામાં આવેલ આ એક મોટું પગલું છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ઈમરાન ખાન જેલમાં છે. ઈમરાન ખાનના સમર્થકોનું કહેવું છે કે ઈમરાન તરફી ઉમેદવારો ચૂંટણી જીત્યા હ