જમ્મુ-કાશ્મીર પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યું હતું પાકિસ્તાની મીડિયા, ભારે દુનિયા સામે ખુલ્લું પા્ડયું
Jammu kashmir: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર અંગેનો ઠરાવ લાવ્યા હતા અને તેને મતદાન કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ વાર્ષિક પ્રસ્તાવ હતો. જેને ત્રીજી સમિતિમાં મૂકવામાં આવ્યો હતો.
મંત્રાલયે કહ્યું, અમે યુએનજીએમાં એક ઠરાવ વિશે ભ્રામક વિદેશી મીડિયા અહેવાલો જોયા છે. આ ત્રીજી સમિતિમાં પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક પ્રસ્તાવ છે. તે મત વિના અપનાવવામાં આવે છે. સૂત્રએ દાવો કર્યો કે, આ પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીરનો કોઈ ઉલ્લેખ નથી.
આ પણ વાંચો: કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હિઝબુલનો સૌથી જૂનો આતંકવાદી ઠાર
પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકોના સ્વ-નિર્ણયના અધિકાર પરનો દેશનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા અપનાવવામાં આવ્યો હતો. જો કે, આ મામલાને લગતા એક સૂત્રએ જણાવ્યું કે, પાકિસ્તાન દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી સમિતિમાં આ પ્રસ્તાવ રજૂ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિને સામાજિક, માનવતાવાદી અને સાંસ્કૃતિક સમિતિ અને C3 પણ કહેવામાં આવે છે. તે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની છ મુખ્ય સમિતિઓમાંની એક છે.