December 5, 2024

પાલનપુરમાં ભાગીદારી કરવા જતા યુવક ઠગાયો, 26 લાખથી વધુ રૂપિયા પડાવ્યા

બનાસકાંઠાઃ પાલનપુરમાં યુવક ભાગીદારી કરવા જતા ઠગાયો છે. તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. રાજકોટના ભેજાબાજોએ 50 ટકા ભાગીદારી આપવાનું કહી 26.50 લાખ પડાવી લીધા છે.

મળતી માહિતી પ્રમાણે, દર મહિને બે લાખનું વળતર આપવાનું કહી રાજકોટના 4 શખ્સોએ છેતરપિંડી કરી છે. રાજકોટના ચાર શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ધ્રુવ મહેશ્વરી નામના યુવકે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભાગીદાર માટે વાત કરી હતી. ભાગીદાર થવાની છાપામાં જાહેરાત જોઈ કંપનીના નંબર પર કોલ કરીને વાતચીત કરી હતી. કંપનીના સંચાલક ચેતન પરમાર અને તેની પત્ની સહિત અન્ય બે લોકોએ રૂપિયા પડાવ્યા હતા.

યુવકના 26.50 લાખ રૂપિયા પડાવી લેતા તેણે પાલનપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાલનપુરમાં એકબાદ એક છેતરપિંડીના બનાવમાં વધારો થઈ રહ્યો છે.