October 4, 2024

પેરાલિમ્પિક્સમાં ઓલિમ્પિક કરતાં વધુ મેડલ કેમ મળ્યા?

Paralympics 2024: પેરાલિમ્પિક્સ 28મી ઓગસ્ટથી શરૂ થઈ હતી હવે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 સમાપ્ત થવામાં હવે માત્ર એક દિવસ બાકી છે. આ વખતે ભારતીય પેરા એથ્લેટ્સે ભારતીય ઓલિમ્પિયન્સ કરતાં સારું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં 6 ગોલ્ડ અને 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ ખેલાડીઓએ પ્રાપ્ત કર્યા છે, ટોટલ 27 મેડલ જીત્યા છે.

ભારતની સફળતા પાછળ આ 3 કારણો

આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ

વધુ કોચ અને સપોર્ટ સ્ટાફ
ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં 77 કોચ અને સપોર્ટ સ્ટાફ મોકલવામાં આવ્યો છે. જે જે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મોકલવામાં આવેલા સ્ટાફ કરતા વધારે છે. જેના કારણે ખેલાડીઓને વધારે સંભાળ અને માર્ગદર્શન મળ્યું છે.

સરકારી સહાય અને યોજનાઓ
આ વખતે ભારતીય ખેલાડીઓને સરકારી યોજનાઓથી સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. આ વખતે ખેલાડીઓએ વિદેશી નિષ્ણાતો પાસેથી તાલીમ મેળવી છે. સ્પર્ધાત્મક ક્ષમતા વધારવા માટે તેણે મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: Paralympic 2024: હોકાટો સેમા કોણ છે? સંઘર્ષ તો એવો કર્યો કે ભલભલાને આવી જાય રુદન

ખાસ રિકવરી સેન્ટર
પહેલી વાર ભારતીય રમતવીરો માટે સ્પોર્ટ્સ વિલેજમાં ખાસ રિકવરી સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. ખેલાડીઓને ઇજાઓમાંથી સાજા થવામાં અને તેમની ફિટનેસમાં ઝડપથી સુધારો કરવામાં મદદ મળી રહી છે.