September 19, 2024

Paris Olympics 2024: અર્જુન મેડલ જીતવામાં ચૂકી ગયો, 10 મીટર એર રાઈફલમાં ચોથું સ્થાન મેળવ્યું

Arjun Babuta: અર્જુન બાબુતા પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ભાગ લઈ રહ્યો છે. અર્જુન બાબુતા  ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા ક્રમે રહ્યો હતો. બાબૌતાએ 60 શોટની ક્વોલિફિકેશન શ્રેણીમાં 630.1નો સ્કોર કર્યો હતો.

પેરિસ ઓલિમ્પિક 2024નો ત્રીજો દિવસ
આજે પેરિસ ઓલિમ્પિક 2024નો ત્રીજો દિવસ છે. આજે શૂટિંગમાં, ભારતને અર્જુન બાબુતા  પાસેથી મેડલની આશા રાખવામાં આવી રહી છે. જે પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગયો છે. અંતિમ સ્પર્ધામાં 8 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ત્રણ શૂટર્સને પોડિયમ પર ફિનિશિંગ કરવાનો મોકો મળશે.

ફાઇનલમાં બાબૌતાનું પ્રદર્શન
પ્રથમ શ્રેણી: 10.7, 10.2, 10.5, 10.4, 10.6
બીજી શ્રેણી: 10.7, 10.5, 10.4, 10.6, 10.4
બાકીના શૉટ,.190,.190,.10.1 .2, 10.7, 10.5, 10.1

અર્જુન બાબુતાની સિદ્ધિઓ

  • એશિયન ચેમ્પિયનશિપ, કોરિયા (2023) – 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને દેશ માટે ઓલિમ્પિક 2024 ક્વોટા સ્થાન
  • વર્લ્ડ ચેમ્પિયનશિપ, કૈરો (2022) – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ
  • ISSF વર્લ્ડ કપ, ચાંગવોન (2022) – વ્યક્તિગત અને પુરુષોની ટીમ ઈવેન્ટ્સમાં 2 ગોલ્ડ મેડલ
  • વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ, ચેંગડુ (2021) – 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: બીજા મેડલની રેસમાં મનુ ભાકર, ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતીય જોડી રહી ત્રીજા સ્થાને

શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા (ઓલિમ્પિક)

1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સિલ્વર મેડલ: એથેન્સ (2004)

2. અભિનવ બિન્દ્રા
ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)

3. ગગન નારંગ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

4. વિજય કુમાર
સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)