August 7, 2024

Paris Olympics 2024: ભારતમાંથી ખેલાડીઓ વિવિધ શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેશે

Paris Olympics 2024: તમામની નજર પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર્સના પ્રદર્શન પર ટકેલી છે, જેમાં બાર ગેમ્સના મહાકુંભમાં કુલ 21 ખેલાડીઓ ભારતમાંથી વિવિધ શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. આ વખતે ભારતમાંથી કુલ 21 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. પણ આ વખતે ચિત્ર થોડું અલગ પડી શકે છે.

સૌથી વધુ અપેક્ષાઓ
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત તરફથી ભાગ લેનારા શૂટર્સમાં કેટલાક એવા શૂટિંગ પ્લેયર્સ છે જેમની પાસેથી દરેકને ચોક્કસપણે મેડલ જીતવાની અપેક્ષા છે. જેમાં મનુ ભાકરનું નામ પણ આવે છે. ઐશ્વર્યા, ઈલાવેનિલ, અંજુમ પાસેથી દરેકને અપેક્ષાઓ હશે.

આ પણ વાંચો: નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું

પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય શૂટર્સ

ઈલાવેનિલ વાલારિવાન અને રમિતા જિન્દાલ – મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટ
મનુ ભાકર અને ઈશા સિંહ – મહિલા 25 મીટર પિસ્તોલ ઈવેન્ટ
સંદીપ સિંહ અને ઈલાવેનિલ ઉપરાંત અર્જુન અને રમિતાની જોડી – 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટ.
સિફ્ટ કૌર સમરા અને અંજુમ મુદગીલ – મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને સ્વપ્નિલ કુસલે – પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટ
સરબજોત સિંહ અને મનુ ભાકર ઉપરાંત અર્જુન સિંહ ચીમા અને રિધમની જોડી – 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટ.
સરબજોત સિંહ અને અર્જુન ચીમા – પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ
મનુ ભાકર અને રિધમ સાંગવાન – મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ
અનીશ ભાનવાલા અને વિજયવીર સિંધુ – પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઈવેન્ટ
સંદીપ સિંહ અને અર્જુન બાબૌતા – પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ