પોશીનામાં પોલીસકર્મીની ઓળખાણ આપનાર પાર્થ પટેલને ભણાવાશે કાયદાનો પાઠ

પોશીના: પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં પોલીસની ઓળખ આપવાનો મામલો સામે આવ્યો છે. અંતરીયાળ વિસ્તારમાં પોલીસની ઓળખાણ આપી પાર્થ પટેલ નામનો શખ્સ રોફ જમાવતો હતો. પોલીસ મિત્રમાં છું અને પોલીસમાં સેવા આપું છું કહીને રોફ જમાવતો હતો. ચિત્રવિચિત્ર મેળામાં રાજસ્થાનથી આવેલા યુવકને જાહેરમાં ઢોર માર માર્યો હતો. યુવકને ડંડા વડે જાહેરમાં ઢોર મારતા હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.

પાર્થ પટેલ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં સિંઘમ નામથી ઓળખાણ આપે છે. આદિવાસી સમાજ સહિત અન્ય સમાજમાં પાર્થ પટેલ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અવાર-નવાર પોશીના પોલીસ મથકે પાર્થ પટેલ આંટાફેરા મારતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

ખાખી પેન્ટ અને વાઇટ સર્ટમાં પોલીસની ઓળખાણ આપી પોતાનો રોફ જમાવનાર સામે કાર્યવાહી થશે. SP તેમજ Dy.SPએ સ્થાનિક પોલીસની સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. નકલી પોલીસકર્મીની ઓળખાણ આપનાર પાર્થ પટેલને કાયદાનો પાઠ ભણાવાશે. પોલિસે આરોપીની શોધખોળ હાથ ધરી કાયદાકિય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.