June 28, 2024

Pat Cummins એ બાંગ્લાદેશ સામેની મેચમાં લીધી હેટ્રિક, આવું કરનાર 7મો બોલર

T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 મેચમાં કાંગારૂ ટીમના ફાસ્ટ બોલર પેટ કમિન્સ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું કરનાર 7મો બોલર બની ગયો છે. આવો જાણીએ પેટ કમિન્સે શું કરી સિદ્ધિ પ્રાપ્ત.

બોલિંગ કરવાનો નિર્ણય
ICC T20 વર્લ્ડ કપ 2024 માં, સુપર 8 ના ગ્રુપ 1 માં, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રમાઈ હતી. આ મેચ એન્ટિગુઆના મેદાન પર યોજાઈ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેણે તેની 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે તેણે હેટ્રિક પણ લીધી હતી. આ સાથે જ તે હેટ્રિક લેનારો 7મો બોલર બની ગયો છે.

આ પણ વાંચો: IND vs AFG: રોહિત શર્માએ જીત બાદ આ ખેલાડીઓના કર્યા વખાણ

આ ખેલાડીઓએ હેટ્રિક લીધી
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં જે ખેલાડીઓએ હેટ્રિક લીધી છે. બ્રેટ લી – વિ બાંગ્લાદેશ (કેપ ટાઉન, 2007), કુર્ટિસ કેમ્ફર – વિ નેધરલેન્ડ્સ (અબુ ધાબી, 2021), વાનિન્દુ હસરંગા – વિ દક્ષિણ આફ્રિકા (શારજાહ, વર્ષ 2021), કાગીસો રબાડા – વિ. ઈંગ્લેન્ડ (શારજાહ, 2021), કાર્તિક મયપ્પન – વિ શ્રીલંકા (જીલોંગ, 2022), જોશુઆ લિટલ – વિ ન્યુઝીલેન્ડ (એડીલેઇડ, 2022), પેટ કમિન્સ – વિ બાંગ્લાદેશ (એન્ટિગુઆ, 2024) આ ખેલાડીઓએ હેટ્રિક લીધી છે.

હેટ્રિક પૂરી કરી હતી
આ મેચમાં બાંગ્લાદેશ તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. કમિન્સે ઇનિંગની છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર તૌહિદ હાર્ડોયની વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે પેટ કમિન્સ હવે T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બોલર હવે બની ગયો છે.