July 4, 2024

Patanjali Ads Case: બાબા રામદેવ અને બાલકૃષ્ણ પર હવે ક્રિમિનલ કેસ ચાલશે

આ કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે હાજર થાય તેવી પણ શક્યતા છે.

Patanjali Advertisement Case: હવે ભ્રામક જાહેરાતો માટે પતંજલિ આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. કોર્ટે આ માટે પરવાનગી આપી દીધી છે. આ મામલે આગામી સુનાવણી 3 જૂનના રોજ થશે. આ કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વ્યક્તિગત રીતે હાજર થાય તેવી પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બંને સુપ્રીમ કોર્ટની અવમાનનાની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમને શારીરિક રીતે હાજર થવાનો આદેશ આપ્યો હતો.

ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી એપ્રિલ 2024માં કેરળના કોઝિકોડમાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થવાની છે. ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ, 1954ની કલમ 3(b) અને 3(d) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નિર્દેશ આપ્યો હતો કે પતંજલિની ભ્રામક જાહેરાતો સંબંધિત તિરસ્કારના કેસમાં તેમની હાજરી ફરજિયાત છે.

આ પણ વાંચો: 8 વર્ષ બાદ બન્યા આ 8 સંયોગ, સનરાઈઝર્સ હૈદરાબાદનું ચેમ્પિયન બનવું નક્કી!

પતંજલિ આયુર્વેદ અને તેના સ્થાપકો તેમની જાહેરાતોમાં કરવામાં આવેલા દાવાઓ માટે અનેક અદાલતોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના કારણે પતંજલિની કેટલીક જાહેરાતો પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રોગોની સારવારમાં તેમના ઉત્પાદનોની અસરકારકતા વિશે ખોટા દાવા કરવા બદલ તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતે પતંજલિની જનતાને ગેરમાર્ગે દોરવા અને ગ્રાહક વિશ્વાસનો લાભ લેવા બદલ ટીકા કરી અને કંપનીને અખબારોમાં માફી પત્ર પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પતંજલિ સામે 1945ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ નિયમોનો અમલ ન કરવા બદલ કેન્દ્ર સરકારને પણ ઠપકો પણ આપ્યો હતો.