પાટીદાર સમાજના ખેલાડી હવે શારજહામાં સિક્સર મારશે, સમાજની ટુર્નામેન્ટનું પહેલીવાર વિદેશમાં આયોજન
Patidar Samaj Tennis Cricket Tournament: ખેતીથી લઈને ખેલના મેદાન સુધી અને સમાજ સેવાથી લઈને સત્તાના ક્ષેત્ર સુધી પાટીદાર સમાજ પાયોનિયર મનાય છે. પણ કંઇક નવું કરવાની પહેલ પટેલ સમાજના યુવાનો એ સાત સમંદર પારની ધરતી પર કરી છે. હવે પાટીદારોનો રંગ ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળશે. ડિસેમ્બરના આ મહિનામાં વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ મેચની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ગુજરાતમાં પાંચ ઝોનમાં આ મેચનું આયોજન કરાશે. જે ટીમ વિજેતા બનશે તે ટીમને પાંચ લાખનું ઈનામ આપવામાં આવશે.
વિદેશની ધરતી પર પાટીદાર સમાજની ટુર્નામેન્ટન
ગુજરાતમાં પાટીદાર સુખી સંપન્નની સાથે મજબૂત સમાજ હમેંશા કંઈક અલગ અને આગવું કરવામાં માને છે. સાત સમુંદર પાર હોય કે પછી ગામડા લેવલની વાત હોય પાટિદાર સમાનું આગવું સ્થાન છે. હવે પાટીદાર સમાજની ટુર્નામેન્ટ વિદેશમાં થવાની છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. દૂબઈના શારજાહના ગ્રાઉન્ડ પર આ ક્રિકેટ રમાવાની છે. પાટીદાર સમાજનું યુવા સંગઠન મજબૂત થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પર આજે આવી શકે છે નિર્ણય, જય શાહ કરશે બેઠક
આ ટુર્નામેન્ટની શું છે ખાસિયત
સેમીફાઈનલ મેચ અમદાવાદના નિકોલમાં આવેલા મેદાનમાં રમાશે. ફાઈનલ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટના વિજેતા ટીમને 5 લાખનું ઈનામ આપવામાં આવશે. પહેલીવાર સમાજની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દૂબઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટનો હેતુ યુવા સંગઠનને મજબૂત અને આગળ વધારવાનો છે. તમારે પણ જો આ મેચ જોવી હોય તો તમે દૂબઈમાં ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ વિશ્વ ઉમિયાધામના યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.