આજે PBKS vs CSK વચ્ચે મેચ, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

PBKS vs CSK: આજના દિવસે 2 મેચ રમાવાની છે જેમાં પહેલી મેચ હાલ રમાઈ રહી છે. બીજી મેચમાં PBKS vs CSK આમનો સામનો થવાનો છે. આ મેદાનમાં સિઝનની બીજી મેચ રમાઈ રહી છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ 7 વાગ્યે શરુ થશે. આ મુકાબલો શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે થશે. બંને ટીમના હેડ ટુ હેડ આંકડા વિશે જાણો.

આ પણ વાંચો: IPL 2025: તિલક વર્માને રિટાયર્ડ આઉટ કેમ આપવામાં આવ્યો? હાર્દિક પંડ્યાએ આપ્યો ખુદ જવાબ

કુલ મેચ: 30
પીબીકેએસ જીત્યું- 14
CSK જીત્યું – 16

હેડ ટુ હેડ રેકોર્ડ
પંજાબ કિંગ્સે 3 મેચ રમી છે, જેમાંથી 2 મેચ જીત પ્રાપ્ત કરી છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની આ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની આ ટીમે પહેલી મેચ જીતી હતી પરંતુ ત્યારબાદ સતત 3 મેચ હારી ગઈ છે. પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કુલ 30 મેચ રમાઈ છે. બંને ટીમો પહેલી સિઝનથી રમી રહી છે. પ્રતિબંધને કારણે CSK 2 સિઝનમાં રમી શક્યું નહીં. હેડ ટુ હેડમાં, કોઈ પણ ટીમનો હાથ બહુ ઉપર નથી. હવે જોવાનું રહ્યું કે આજની મેચ કોણ જીતે છે.