November 21, 2024

હવે નાની ઉંમરમાં જ કેમ છોકરીઓને શરૂ થઈ જાય છે Periods?

Periods At Early Age: સતત અને સખત રીતે બદલી રહેલી લાઈફસ્ટાઈલની કેટલીક આડ અસર દરેક વ્યક્તિના જીવન પર પડતી રહે છે. એવું નથી કે, શરીરની કેર કરવા માટે પણ સમય નથી. ક્યારેક માહોલ અને ફૂડ પણ આપણા શરીરને અસર કરી જાય છે. એક સરવે એવું કહે છે કે, દેશમાં 11 વર્ષની ઉંમર પહેલા જ પીરિયડ્સમાં થનારી છોકરીઓની ટકાવારી 8 ટકાથી વધીને 15 ટકા સુધી પહોંચી છે. પીરિયડ્સ છોકરીઓ માટે એક સામાન્ય વસ્તુ છે. એમના જીવનના એક તબક્કાનો ભાગ છે.

ચિંતાનો વિષય
નાની ઉંમરમાં પીરિયડ્સ શરૂ થાય એને ચિંતાનો વિષય માનવામાં આવે છે. એક સમયે એવો હતો જ્યારે 11થી 15 વર્ષની વચ્ચે પીરિયડ્સ આવે એને શ્રેષ્ઠ વય માનવામાં આવતી હતી.પણ આજકાર આ સમય પહેલા જ છોકરીઓને પીરિયડ્સ શરૂ થઈ જાય છે.જે આગળ જતા છોકરીઓની હેલ્થ માટે જોખમી પુરવાર થાય છે.આવું થવા પાછળનું કારણ શું એ અંગે ભાગ્યે જ કોઈ ચર્ચા કરતું હોય છે. અમેરિકાની એક રીસર્ચ એજન્સી જામા નેટવર્ક ઓપનના એક રીપોર્ટ અનુસાર છોકરીઓમાં 9 વર્ષની વયે અમેરિકામાં પીરિયડ્સ શરૂ થયા હતા. 71000 મહિલાઓ પર આ રીસર્ચ કરવામાં આવ્યું હતું.એમના તરફથી મળેલા પ્રતિભાવનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 1950-69ના દાયકામાં એ ઉંમર 12 વર્ષની હતી. જ્યારે પહેલી વખત પીરિયડ આવ્યા હતા.

આ પણ વાંચો: આ આદતોથી રહો દૂર, નહીંતર થશે અસાધ્ય રોગ

ઉંમર ઓછી થતી ગઈ
એ પછી વર્ષ 2000થી 2005 વચ્ચેના ગાળામાં આ ઉંમર ઓછી થવા લાગી. એક રીસર્ચ અનુસાર તે 11 વર્ષ સુધી પહોંચી હતી. 11 વર્ષે જેને આ સાયકલ શરૂ થઈ હોય એ છોકરીઓી ટકાવારી પહેલા 8 ટકા હતી.જે હવે વધીને 15 ટકા સુધી પહોંચી ગઈ છે. એટલે કે ડબલ કરતા થોડી ઓછી ટકાવારી. રીસર્ચ એવું કહે છે કે, સાયકલનું બદલતું વલણ સમજવા જેવું છે. મોટાભાગની છોકરીઓને આ સાયકલ શરૂ થયા બાદ નિયમિતપણું હોતું નથી. જેના કારણે છોકરીઓને ઘણી બધી બીમારીઓ ઊભી થવાનું જોખમ રહે છે. માસિક સાયકલમાં એક કે બે દિવસને સામાન્ય માનવામાં આવે છે. પણ એનાથી વધારે સમયગાળો રહે તો જોખમ ઊભું થાય છે. વહેલું કે મોડું થાય એમાં એક કે બે દિવસ આગળ પાછળ થાય તો એ સામાન્ય માનવામાં આવે છે. પણ રીસર્ચ અનુસાર એવું હોતું નથી. એક દિવસની ગણતરીમાં એ નોર્મલ ગણાય છે.

સિંડ્રોમને સમજો
અનિયમિત પીરિયડના કારણે જે બીમારીઓ થાય છે એમાં પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અથવા પીસીઓએસનો પણ સમાવેશ થાય છે. જેના કારણે ઓવરી પર લોડ વધે છે. ભવિષ્યમાં તેને માતા બનવામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. ઘણી વખત છોકરીઓમાં સ્રાવ બંધ થવાનો સમય પણ વહેલો મોડો થાય છે. જેમાં થોડી તકેદારી રાખવી અનિવાર્ય છે. પણ છોકરીઓ આજની લાઈફસ્ટાઈલ અનુસાર સ્રાવ બાદ સ્નાન કરીને ફ્રી થઈ જાય એટલે પોતાને ફ્રી સમજે છે. એટલે એવું હોતું નથી. પાંચથી છ દિવસ સુધી તકેદારી અનિવાર્ય હોય છે. આ સિવાય હ્દય પર જોખમ, મેદસ્વીતા, મિસકેરેજ અને મૃત્યુ સુધીનું જોખમ અનેકગણું વધે છે. જેની અસર 30 વર્ષ પછી જોવા મળે છે. બીજા કેટલાક કેસમાં એવું પણ થાય છે કે, જેમ જેમ ઉંમર આગળ વધે એમ શરીરમાં ચરબી જમા થાય છે. જે પછી કોઈ પણ સંજોગોમાં ઘટતી નથી.

બ્રેસ્ટ કેન્સરનું જોખમ
સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરને ગંભીર મુદ્દો અને રોગ માનવામાં આવે છે. જેના કારણે સ્ત્રીઓના વાળ પણ ખરી જાય છે. ક્યારેક હ્દયની આસપાસ રહેલા હાંડકા પણ ઢીલા પડી જાય છે. નાની ઉંમરમાં પીરિયડ્સ આવવાને કારણે ઓવરિયન અને બ્રેસ્ટ કેન્સર જેવી મુશ્કેલીઓ ઊભી થાય છે. રીસર્ચ એવું કહે છે કે, 12 વર્ષની ઉંમરે પહેલી સાયકલ શરૂ થાય તો આ બધાનું જોખમ 20થી 30 ટકા ઘટી જાય છે. નાની ઉંમરે પીરિયડ્સ ચાલું થવા પાછળ અનેક કારણો છે.જેનું પહેલું કારણ નાની ઉંમરે વધી રહેલી મેદસ્વીતા છે. સ્કૂલકાળમાં પણ મેદસ્વીતા કે જાડાપણું આવી જાય તો આ મુશ્કેલી જોખમ વધારે છે.

સ્ટ્રેસમાં વધારો
સ્ટ્રેસ વધે તો પણ માસિક સાયકલને અસર થાય છે. નાનપણથી વધારે પડતું વિચાર કરવાની ટેવ અને સ્ટ્રેસ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જેના શરીરમાં સ્ટ્રેસ હોય છે એમનામાં કોર્ટિસોલ હોર્મોન અને એન્ડ્રોજન હોર્મોન વધારે છૂટા પડે છે.ફેટ ઈશ્યુંને કારણે હોર્મોન બદલે છે. માત્ર કોઈ ચોક્કસ ભાગને જ નહીં સમગ્ર શરીરની સિસ્ટમને અસર કરે છે. જેની શરૂઆત બ્રેસ્ટથી થાય છે. જેમાં નેચરલ ગ્લો અટકે છે. એસ્ટ્રોજનના રીલિઝમાં આવેલું પરિવર્તન શરીરમાં પીરિયડ્સ શરૂ થવાના સંકેત આપે છે. આ ઉપરાંત પર્યાવરણમાં કેટલાક કેમિકલ પણ જવાબદાર હોય છે. વધારે પડતો કોસ્મેટિક્સનો ઉપયોગ પણ આની પાછળ જવાબદાર હોય છે.

શું કરી શકાય?
આ પાછળનો સીધો અને સરળ ઉપાય છે કે, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે. દરરોજ તાજા શાકભાજી અને ફળને આહારમાં લેવા જોઈએ. કસરત કરવી જોઈએ. સ્કૂલમાંથી કોઈ એક સ્પોર્ટ્સમાં ભાગ લઈને કસરત કરવી જોઈએ. હેલ્ધી ડાયેટ પ્યુબર્ટી અને પીરિયડ્સના આવવાને અટકાવે છે. આ સાથે પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ અનિવાર્ય છે. યોગ્ય રીતે ઊંઘ ન મળવાને કારણે શરીર ફૂલવા લાગે છે. જેને લોકો એવું માનતા હોય છે કે, વ્યક્તિ ફૂડી છે. પણ આવી વ્યક્તિ ઓછું ખાય તો પણ શરીર ફૂલી જતું હોય છે.નાની ઉંમરમાં ઓછી ઊંઘ પણ પીરિયડ્સને અસર કરે છે. બાળપણથી જ છોકરીઓને એક નિયમિતતા શીખવવી જોઈએ. આ અંગે જાણકારી આપવી જોઈએ. એમને પોતાના શરીરની સમજ જ એમને હેલ્ધી રાખી શકે છે.