October 8, 2024

AMC દ્વારા નવરાત્રી દરમિયાન ફાળવવામાં આવતા પ્લોટને લઈને હાઇકોર્ટમાં અરજી

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવરાત્રીમાં AMC દ્વારા ફાળવેલા પ્લોટમાં ચોરી છુપેથી પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે AMCના નિયમ મુજબ નવરાત્રી માટે AMC પ્લોટ બે મહિના અગાઉ અરજી કરવી પડતી હોય છે તથા એક થી વધારે લોકો દ્વારા અરજી કરવામાં આવે તો એ પ્લોટ માટે હરાજી કરવામાં આવતી હોય છે.

ત્યારે સમગ્ર મુદ્દે ચોખવટ પાડવા માટે ન્યુઝ કેપિટલની ટીમ AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી પાસે પહોંચી હતી. દોઢ કલાકના સમયગાળા બાદ દેવાંગ દાણી તરફથી એવો જવાબ મળ્યો હતો કે તાજ હોટલમાં મુખ્યમંત્રીનો પ્રોગ્રામ છે એટલે મારી પાસે હાલમાં સમય નથી. ત્યારે, બીજા ત્યાં ઉપસ્થિત મુલાકાતીઓ સાથે વાતચીત કરવાનો તેમની પાસે સમય હતો. જ્યારે નવરાત્રિના તહેવારમાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તેમના પર ઊઠેલા સવાલોનો યોગ્ય જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક સંતા કૂકડી રમતું હોય તેવું લાગી રહ્યું છે.