July 1, 2024

જે ફોનથી મેલોનીએ PM મોદી સાથે સેલ્ફી લીધી, જાણો તે ફોનની કિંમત

Meloni: G7 સમિટમાં PM મોદીએ કરી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ સમયના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં મેલોની પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હોવાનો ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સેલ્ફી સાથે તે ફોન પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ સેલ્ફી લેવામાં આવી હતી. આવો જાણીએ આ ફોન વિશે અને મળી રહ્યું છે આ ફોનમાં બમ્પર ડિસ્કાઉન્ટ.

વધુ સારા ફીચર્સ
મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન એ છે કે મેલોનીના હાથમાં છે તે કયો ફોન હશે? જોકે ફોનને જોઈને કોઈ પણ સમજી શકે આ ફોન એપલનો છે. તેની ડિઝાઈન અને કદની વાત કરીએ તો આ વીનતમ iPhone 15 Pro Max મોડલ જેવું જ જોવા મળે છે. આ iPhoneમાં એપલના અગાઉના મોડલ્સ કરતાં વધુ સારા ફીચર્સ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મોડલની ડિસ્પ્લે સાઈઝ ઘણી મોટી છે. iPhone 15 Pro Max માં, તમને ફોટો-વિડિયોગ્રાફી માટે 48 મેગાપિક્સેલનો કેમરો છે. iPhonesની સરખામણીમાં આ મોડલ થોડું વધારે મોંઘું છે.

આ પણ વાંચો: ગૂગલ ક્રોમના ફીચરે આપી વાંચવાની ઝંઝટમાંથી મુક્તિ, હવે સાંભળો ને મજા કરો

કિંમત અને ડિસ્કાઉન્ટ
Appleની વેબસાઈટ પર આ ફોનની કિંમત 1,59900 રૂપિયા છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી આ iPhone મોડલને ડિસ્કાઉન્ટ છે. iPhone 15 Pro Max 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર 1,48,900 રૂપિયામાં મળી રહ્યો છે. બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરીને 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ તમે આ ફોન પર મેળવી શકો છો. આ સાથે તમારા જૂના iPhone મોડલને એક્સચેન્જ કરીને 44,250 રૂપિયા સુધીની ઓફર મેળવી શકો છો.