સૂર્યકુમાર યાદવે LSG સામેની મેચમાં બનાવ્યો રેકોર્ડ, આ ખાસ યાદીમાં નામ થયું એડ

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે IPLમાં 4000 રન પૂરા કર્યા છે. લખનૌ સામેની મેચમાં તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તિલક વર્મા આઉટ થતાની સાથે સૂર્યકુમાર યાદવ મેદાનમાં ઉતર્યા હતા. આ પછી તેણે હાર્દિક સાથે મળીને આ ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સિઝનમાં રમતા જોવા મળશે?

સૂર્યકુમાર યાદવે IPLમાં 4000 રન પૂરા કર્યા
મુંબઈ અને લખનૌની ટીમ અત્યારે રમી રહી છે. ત્યારે તિલક વર્મા આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવે હાર્દિક પંડ્યા સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. ફોર મારતાની સાથે તેણે આઈપીએલમાં 4000 રન પૂરા કર્યા છે. આમ કરનાર 17મો બેટ્સમેન બન્યો છે. IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટના નામે છે. અત્યાર સુધીમાં કોહલીએ 8396 રન બનાવ્યા છે. બીજા ખેલાડીઓની વાત કરવામાં આવે તો સુરેશ રૈના, એમએસ ધોની, ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ, ત શિખર ધવન, ડેવિડ વોર્નર પણ આ ખાસ યાદીમાં સામેલ છે.