December 23, 2024

ઈરાક અને સીરિયાના ઈરાની સ્થળો પર કરશે હુમલો, બાઇડેન સરકારે આપી મંજૂરીઃ રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાએ સીરિયા અને ઈરાકમાં ઈરાની અડ્ડા પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. સીબીએસ ન્યૂઝ અનુસાર, આ હુમલાઓ ઘણા દિવસો સુધી ચાલશે. આ હુમલાઓ ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે સીરિયાની સરહદ નજીક જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, ત્યારબાદ અમેરિકાએ આ નિર્ણય લીધો છે. અમેરિકાએ આ હુમલા માટે ઈરાન સમર્થિત મિલિશિયા જૂથ ને જવાબદાર ઠેરવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શહીદ થયેલા ત્રણ સૈનિકોનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અમેરિકા ઈરાની મિલિશિયા જૂથને નિશાન બનાવશે
અમેરિકી સેનાને નિશાન બનાવી રહેલાં જૂથ ઈરાકમાં ઈસ્લામિક પ્રતિકાર તરીકે ઓળખાય છે. આમાં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દળો દ્વારા સશસ્ત્ર, ભંડોળ અને તાલીમ આપવામાં આવેલા કેટલાક લશ્કરનો સમાવેશ થાય છે. આ જૂથે રવિવારે અમેરિકન સૈનિકો પર થયેલા ડ્રોન હુમલા માટે જવાબદાર હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ ઈરાને આ હુમલામાં કોઈપણ પ્રકારની ભૂમિકા નકારી કાઢી છે. જેમાં ટાવર 22 તરીકે ઓળખાતા સૈન્ય મથક પર અન્ય 41 અમેરિકી સૈનિકો ઘાયલ થયેલા હતા.

જેમાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા
ઉલ્લેખનીય છે કે રવિવારે જોર્ડનમાં બેઝ પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ હુમલા માટે ઈરાન સમર્થિત આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા અને કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. બીજી બાજુ અમેરિકાએ વારંવાર ડ્રોન હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન કહ્યું કે ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી ઘણા ઈરાન સમર્થિત જૂથોએ યુએસ અને ઈઝરાયેલ સાથે જોડાયેલી સંસ્થાઓ પર હુમલામાં વધારો કર્યો છે.
બીજી બાજુ અમેરિકી સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી હતી. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં યુએસ સંરક્ષણ સચિવએ જણાવ્યું હતું કે યુએસ “અમેરિકન સૈનિકો પરના હુમલાને સહન કરશે નહીં.” “અમે અમારા હિતો અને અમારા લોકોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લઈશું,” વધુમાં કહ્યું. “અમે જબાવી કાર્યવાહી કરીશું “