પ્લાસ્ટિક મુક્ત અભિયાન: પાલનપુર નગરપાલિકાની ટીમે 250 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કર્યો જપ્ત

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કર્યું છે, છેલ્લા 15 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે. પાલિકાએ 250 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ત્યારે પાલિકાની ટીમો શહેરમાં પ્લાસ્ટિક વેચતા વેપારીઓ પર તપાસ કરી રહી છે. તો આગામી સમયમાં પાલનપુર શહેરના 65 હજાર મિલકત ધારકોને કાપડની થેલીઓનું વિતરણ થશે અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બને તે દિશામાં કામગીરી પણ કરાશે.

છેલ્લા 15 દિવસથી પાલનપુર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અભિયાનના ભાગરૂપે પાલનપુર નગરપાલિકાની ટીમો પાલનપુર શહેરના પ્લાસ્ટિક વેચતા વેપારીઓ હોય અથવા તો અન્ય રેકડી ધારકો અને દુકાનદારો ત્યાં જઈ સ્થળ તપાસ કરી અને પ્લાસ્ટિકનો જથ્થો સીઝ કરી રહ્યા છે. પાલનપુર પાલિકાના કર્મચારીઓએ અલગ અલગ જગ્યાએથી 250 કિલો જેટલો પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. જોકે પ્લાસ્ટિક વાપરવાની નગરપાલિકા સલાહ આપી રહ્યું છે, દંડકીય કાર્યવાહી પણ કરી રહ્યું છે. જોકે શહેરમાં પ્લાસ્ટિકના વેપારીઓ હવે બાયો ડિસેબલ પ્લાસ્ટિકનું વેચાણ પણ કરી રહ્યા છે. આ પ્લાસ્ટિક છે એ છ માસમાં જમીનમાં ઓગળી જાય છે. ત્યારે અન્યને પણ સલાહ છે કે અન્ય વેપારીઓ પણ બાયો ડિસેબલ પ્લાસ્ટિકનું વેચાણ કરે.

પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાનના ભાગરૂપે શહેરની 65 હજાર મિલકત ધારકોને કાપડની થેલી આપવામાં આવશે. જ્યારે માગના બિલ આવશે ત્યારે ભરવા આવનાર દરેક નાગરિકને કાપડની થેલી આપવામાં આવશે. ત્યાર બાદ સાધુ સંતો સામાજિક સંસ્થાઓને સાથે રાખી અને શહેરીજનોને પ્લાસ્ટિક ન વાપરવાની અપીલ કરવામાં આવશે. જોકે અત્યારે તો પ્લાસ્ટિક મુક્ત પાલનપુરને લઈને પાલનપુર પાલિકા એક અભિયાન ચલાવી રહ્યું છે.

પાલનપુર પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ભાગરૂપે પાલિકાની ટીમો છે એ હોલસેલના જે પ્લાસ્ટિક વેચતા વેપારીઓ હોય અને અન્યત્ર જગ્યાએ તપાસ કરી અને પ્લાસ્ટિક જપ્ત કરી રહ્યા છે. ત્યારે પ્રથમ પાલિકાની ટીમ પ્લાસ્ટિક ન વેચવાની સલાહ આપે છે. ત્યારબાદ દંડકીય કાર્યવાહી કરે છે અને જો વેપારીઓ નહીં સુધરે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ પાલિકાની તૈયારી છે.