ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ કરાર, આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશોનો સહયોગ

New Zealand PM Luxon: PM મોદી અને ન્યુઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન દિલ્હીમાં બંને દેશો વચ્ચે થયેલા અનેક કરારોના સાક્ષી બન્યા હતા. ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, “હું પીએમ લક્સન અને તેમના મંત્રીમંડળનું ભારતમાં સ્વાગત કરું છું… પીએમ લક્સન ભારત સાથે જોડાયેલા છે. અમે જોયું કે તેમણે તાજેતરમાં હોળી કેવી રીતે ઉજવી… અમને ખુશી છે કે તેમના જેવા યુવા નેતા રાયસીના ડાયલોગ 2025માં અમારા મુખ્ય મહેમાન છે….”
Addressing the press meet with PM @chrisluxonmp of New Zealand. https://t.co/I3tR0rHpeI
— Narendra Modi (@narendramodi) March 17, 2025
આજે નવી દિલ્હીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ દરમિયાન બંને દેશોના પ્રધાનમંત્રીઓ હાજર રહ્યા હતા. કરાર પછી એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશોએ સંરક્ષણ ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સંરક્ષણ ઉદ્યોગોમાં પરસ્પર સહયોગ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. પરસ્પર ફાયદાકારક ભારત-ન્યુઝીલેન્ડ FTA પર વાટાઘાટો શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીએ કહ્યું, “…અમે ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દાને ઉકેલવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એક કરાર કરવા માટે કામ કરીશું.” સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2019નો ક્રાઈસ્ટચર્ચ હુમલો હોય કે 2008નો મુંબઈ હુમલો, કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ અસ્વીકાર્ય છે. બંને દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદી, અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામેની લડાઈમાં સહયોગ ચાલુ રાખશે.