PM મોદી અને USના વાઇસ પ્રેસિડેન્ટ વેન્સે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી

JD Vance meets PM Modi: PM મોદીએ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અને તેમના પરિવારનું સ્વાગત કર્યું. PM નરેન્દ્ર મોદી આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે સેકન્ડ લેડી ઉષા વાન્સ, તેમના બાળકો અને યુએસ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ સભ્યો પણ હતા. નોંધનીય છે કે, PM મોદીએ જાન્યુઆરીમાં વોશિંગ્ટન ડી.સી.ની મુલાકાત લીધી હતી. પીએમએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની તેમની મુલાકાત અને તેમની ફળદાયી ચર્ચાઓને યાદ કરી, જેમાં ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન (એમએજીએ) અને વિકસિત ભારત 2047ની શક્તિનો લાભ લેવામાં આવ્યો હતો. પીએમ મોદી અને વાઇસ પ્રેસિડેન્ટ વાન્સે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.

તેમણે બંને દેશોના લોકોના કલ્યાણ પર કેન્દ્રિત, પરસ્પર લાભદાયી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિનું સ્વાગત કર્યું. તેઓએ ઉર્જા, સંરક્ષણ, વ્યૂહાત્મક તકનીકો અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોની પણ નોંધ લીધી.

બંને નેતાઓએ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને આગળ વધવા માટે સંવાદ અને રાજદ્વારી અભિગમ અપનાવવા માટે આહ્વાન કર્યું હતું. PMએ વાઇસ પ્રેસિડેન્ટ, સેકન્ડ લેડી અને તેમના બાળકોને ભારતમાં સુખદ અને ફળદાયી રોકાણની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ આપી અને કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં તેમની ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.