લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં PM મોદીએ કહ્યું – 140 કરોડ ભારતીયો મારી તાકાત…

PM Modi Lex Fridman Podcast: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેના સંવાદનો સાડા ત્રણ કલાક પોડકાસ્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં મોદીએ ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી. આ સમયે પોડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું, 140 કરોડ ભારતીયો મારી તાકાત છે.

આ પણ વાંચો: PM Modi Podcast: શું તમને મૃત્યુનો ડર લાગે છે? પીએમ મોદી આપ્યો જોરદાર જવાબ

1.4 અબજ ભારતીયો હાથ મિલાવે છે
પ્રધાનમંત્રી મોદીએ પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી છે. બાળપણની સાથે હિમાલયમાં પ્રસાર કરેલો સમય અને જાહેર જીવનની તેમની સફર વિશે ખુલીને વાત કરી હતી. પોડકાસ્ટમાં મોદીએ કહ્યું, “જ્યારે પણ આપણે શાંતિ વિશે વાત કરીએ છીએ, ત્યારે દુનિયા આપણને સાંભળે છે, કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે”. પીએમ મોદીએ વાતચીતમાં ભારતની સંસ્કૃતિની પણ વાત કરી હતી. જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવું છું, ત્યારે મોદી નહીં પરંતુ 1.4 અબજ ભારતીયો હાથ મિલાવે છે. મારી તાકાત મારા નામમાં નથી, પરંતુ ભારતની કાલાતીત સંસ્કૃતિ અને વારસામાં છે.”