September 19, 2024

VIDEO: PM મોદીએ 11 લાખ લખપતિ દીદીઓને સોંપ્યા પ્રમાણપત્ર

Lakhpati didi: મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવાવરે પીએમ મોદીએ 11 લાખ લખપતિ દીદીઓનું સન્માન કર્યું અને તેમને પ્રમાણપત્ર સોંપ્યા હતા. ‘લખપતિ દીદી’ આત્મનિર્ભર મહિલાઓના તે સમૂહોને કહેવામાં આવે છે જે વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. લખપતિ દીદી સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લખપતિ દીદી બનાવવાનું આ અભિયાન, માત્ર બહેન-બેટીઓની કમાણી વધારવાનું અભિયાન નથી, આવનારી પેઢીઓને સશક્ત કરવાનું છે. તેઓ ગામના આખા અર્થતંત્રને બદલી રહી છે.

આ દરમિયાન લખપતિ દીદી સંમેલનને લઈ મહિલાઓમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમઓ એ લખપતિ દીદીઓની ખુશીને દર્શાવતો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં મહિલાઓ પોતાની ખુશીને જાહેર કરતા કહી રહી છે કે, ‘અમને લખપતિ દીદી હોવા પર ગર્વ છે, મહિલાઓ માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે’. તો અન્ય કહી રહી છે કે, ‘પીએમ મોદીનું સપનું હતું કે, દરેક મહિલા લખપતિ હોવી જોઈએ અને આપણા સમૂહમાં મોટાભાગની મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે.’

લખપતિ દીદીની સલાહ
લખપતિ દીદી 2047 સુધીમાં વિક્સિત ભારત સંકલ્પના પર પણ પોતાની સલાહ આપી રહી છે, ‘જેમ કે સૌ કોઈ જાણે છે પીએમ મોદીનું સપનું છે કે 2047 સુધીમાં વિક્સિત ભારત બને. તેમ જ હું પણ ઈચ્છું છું કે પાંચ હજાર ખેડૂતો અમારી કંપની સાથે જોડાય અને તમામ લખપતિ બને.’ સરકારી યોજનાનો લાભ મેળવી રહેલી દીદીનું કહેવું છે કે, આ અનોખી યોજનાએ તેમને આત્મનિર્ભર બનાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5,000 કરોડ રૂપિયાના બેંક ઋણ પણ જાહેર કર્યા છે. આખી 2,35,400 એસએચજીના 25.8 લાખ સભ્યોને લાભ થશે.

આ પણ વાંચો: 46 મિનિટ સુધી ઈસ્લામાબાદ અને લાહોરના આકાશમાં રહ્યું PM મોદીનું વિમાન

34 રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોના લોકો સામેલ
22 ઓગસ્ટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ એવમ્ કિશાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે, રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લગભગ 30,000 સ્થાનોથી લોકો આ કાર્યક્રમમાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ લખપતિ દીદીઓએ ન માત્ર પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર નીકાળી છે પરંતુ બાકીના સમાજ માટે પણ આદર્શ બની છે. શિવરાજ ચૌહાણ અનુસાર,‘ગ્રામીણ વિકાસ મંત્રાલયે પહેલાથી જ 1 કરોડ લખપતિ દીદીઓને બનાવી લીધી છે. હવે અમારૂં લક્ષ્ય ત્રણ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું છે.’ તેમણે એ પણ જણાવ્યું કે, મંત્રાલયે એસએચજી પરિવારોને એક લાખ રૂપિયા અથવા તેનાથી વધુની વાર્ષિક આવક મેળવવામાં સક્ષમ થવા માટે એક પ્રક્રિયા બનાવી છે.