PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું થશે પ્રદર્શન
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું છે. તમને જણાવી દઈએ કે તે ભારતનો સૌથી મોટો મોબિલિટી એક્સ્પો છે, જેમાં ઓટોમોબાઈલ, કમ્પોનન્ટ પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીમાં 100 થી વધુ નવા લોન્ચની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ એક્સ્પો આજથી લઈને 22 તારીખ સુધી ચાલશે. ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રીઓ જીતન રામ માંઝી, મનોહર લાલ, નીતિન ગડકરી, એચડી કુમારસ્વામી, પીયૂષ ગોયલ અને હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.
આ પણ વાંચો: દેશ અને દુનિયામાં ડંકો વગાડનારનું રાષ્ટ્રપતિએ કર્યું સન્માન, અર્જુન એવોર્ડથી વધાવ્યા
આ કારોને લોન્ચ કરીને પ્રદર્શિત કરવામાં આવી
પેસેન્જર વ્હિકલ માર્કેટ લીડર મારુતિ સુઝુકી ભારત મંડપમ ખાતે તેની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ SUV e VITARAનું અનાવરણ કરશે. BMW તેની નવી BMW X3 લોન્ચ કરવા સિવાય ઓલ-ઇલેક્ટ્રિક BMW i7 પ્રદર્શિત કરશે. કમ્પોનન્ટ શોમાં લગભગ સાત દેશોના 1,000 થી વધુ પ્રદર્શકો ભાગ લેવાના છે. ઈન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ (IESA), કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ACMA), ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સહિતના ઉદ્યોગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. NASSCOM, ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન, મટિરિયલ રિસાયક્લિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ICEMA), CII.