December 23, 2024

Live: PM મોદીની ‘મન કી બાત’: 2024ની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી…’,

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ ચાર મહિનાના અંતર બાદ ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે. ત્રણ મહિના સુધી ચાલેલી લોકસભા ચૂંટણી અને પછી શપથ ગ્રહણના કારણે પીએમ મોદી તેમના રેડિયો કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા ન હતા. જો કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પીએમ મોદી આ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરવાના છે. રવિવારે મન કી બાત રેડિયો કાર્યક્રમનો 111મો એપિસોડ છે.

 

  • તેમણે કહ્યું કે આટલું જ નહીં અહીં માત્ર સંસ્કૃતમાં ઘણા ડિબેટ સેશનનું પણ આયોજન કરવામાં આવે છે. તેમની પહેલનું નામ છે – સંસ્કૃત સપ્તાહાંત. તેની શરૂઆત સમષ્ટિ ગુબ્બી જી દ્વારા એક વેબસાઈટ દ્વારા કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ શરૂ થયેલો આ પ્રયાસ બેંગલુરુના લોકોમાં ઝડપથી લોકપ્રિય બની ગયો છે. જો આપણે બધા આવા પ્રયાસમાં જોડાઈશું, તો આપણને વિશ્વની આવી પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષામાંથી ઘણું શીખવા મળશે.
  • પીએમ મોદીએ કહ્યું કે આજે 30 જૂને ઓલ ઈન્ડિયા રેડિયોનું સંસ્કૃત બુલેટિન તેના પ્રસારણના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ બુલેટિને ઘણા લોકોને 50 વર્ષથી સતત સંસ્કૃત સાથે જોડાયેલા રાખ્યા છે. હું ઓલ ઈન્ડિયા રેડિયો પરિવારને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે બેંગલુરુમાં એક પાર્ક છે – કબ્બન પાર્ક. અહીંના લોકોએ આ પાર્કમાં નવી પરંપરા શરૂ કરી છે. અહીં અઠવાડિયામાં એક વાર દર રવિવારે બાળકો યુવાનો અને વડીલો એકબીજા સાથે સંસ્કૃતમાં વાત કરે છે.
  • પીએમ મોદીએ દેશવાસીઓને એક ખાસ કોફી વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ભારતની ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેની સમગ્ર વિશ્વમાં ખૂબ જ માગ છે અને જ્યારે આપણે ભારતની કોઈપણ સ્થાનિક પ્રોડક્ટને વૈશ્વિક સ્તરે જતા જોઈએ છીએ ત્યારે ગર્વથી ભરાઈ જવું સ્વાભાવિક છે. આવી જ એક પ્રોડક્ટ છે અરાકુ કોફી. આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતા રામા રાજુ જિલ્લામાં અરાકુ કોફી મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે તેના સમૃદ્ધ સ્વાદ અને સુગંધ માટે જાણીતું છે.
  • વડાપ્રધાને તાજેતરમાં ઉજવાયેલા યોગ દિવસના મહત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે તે જીવન માટે કેટલું મહત્વનું છે. તેમણે કહ્યું કે આ મહિને સમગ્ર વિશ્વએ 10મો યોગ દિવસ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે. મેં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કાશ્મીરમાં યુવાનોની સાથે બહેનો અને દિકરીઓએ પણ યોગ દિવસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
  • તેમણે કહ્યું કે જૂન મહિનામાં બે કેરેબિયન દેશો સુરીનામ અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સે તેમના ભારતીય વારસાને પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો. સુરીનામમાં ભારતીય સમુદાય દર વર્ષે 5 જૂનને ભારતીય આગમન દિવસ અને વિદેશી દિવસ તરીકે ઉજવે છે.
  • પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં તુર્કમેનિસ્તાનમાં રાષ્ટ્રીય કવિની 300મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિએ વિશ્વના 24 પ્રખ્યાત કવિઓની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. આમાંની એક પ્રતિમા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની છે. આ ગુરુદેવ માટે આદર છે. ભારત માટે આદર છે.
  • પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકની ચાલી રહેલી તૈયારીઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે ટોક્યોમાં અમારા ખેલાડીઓના પ્રદર્શને દરેક ભારતીયનું દિલ જીતી લીધું હતું. હવે પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં કેટલીક વસ્તુઓ પહેલીવાર જોવા મળશે. વડાપ્રધાને કહ્યું કે શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા સામે આવી રહી છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતીય શોટગન ટીમમાં આપણી શૂટર દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
  • વડાપ્રધાન મોદીએ કેરળની કાર્થુમ્બી છત્રી વિશે વાત કરી અને જણાવ્યું કે ચોમાસાના આગમન પછી લોકો તેને કેવી રીતે શોધી રહ્યા છે. તેમણે કહ્યું કે કાર્થુમ્બી છત્રીઓ કેરળના અટ્ટપ્પડીમાં બનાવવામાં આવે છે. આ રંગબેરંગી છત્રીઓ ખૂબ જ જોવાલાયક છે. આ છત્રીઓ આદિવાસી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આજે આ છત્રીઓની સમગ્ર દેશમાં માંગ છે. તેનું ઓનલાઈન વેચાણ પણ થઈ રહ્યું છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે જો હું તમને પૂછું કે દુનિયાનો સૌથી કિંમતી સંબંધ કયો છે તો તમે ચોક્કસ કહેશો- મા. આપણે આપણી માતાને કંઈ આપી શકતા નથી, પણ બીજું કંઈ કરી શકીએ? આને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નામ છે – એક પેડ મા કે નામ. દરેકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવાની અપીલ કરવામાં આવી છે.

  • તેમણે કહ્યું કે બહાદુર સિદ્ધો-કાન્હુએ હજારો સંથાલી સાથીઓને એક કર્યા અને અંગ્રેજો સામે લડાઈ લડીઅને શું તમે જાણો છો કે આ ક્યારે બન્યું? આ 1855 માં થયું હતું, એટલે કે 1857 માં ભારતના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધના બે વર્ષ પહેલાં જ્યારે ઝારખંડના સંથાલ પરગણામાં આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ વિદેશી શાસકો સામે શસ્ત્રો ઉપાડ્યા હતા.
  • પીએમ મોદીએ કહ્યું કે 30 જૂનનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો આ દિવસને ‘હુલ દિવસ’ તરીકે ઉજવે છે. આ દિવસ બહાદુર સિદ્ધો-કાન્હુની અદભૂત હિંમત સાથે સંકળાયેલો છે. જેમણે વિદેશી શાસકોના અત્યાચારોનો સખત વિરોધ કર્યો હતો.
  • 2024ની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી. દુનિયાના કોઈપણ દેશમાં આટલી મોટી ચૂંટણી થઈ નથી, જેમાં 65 કરોડ લોકોએ મતદાન કર્યું હોય. હું આ માટે ચૂંટણી પંચ અને મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા દરેકને અભિનંદન આપું છું.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આજે હું દેશવાસીઓનો આભાર માનું છું કે તેઓએ આપણા બંધારણ અને દેશની લોકતાંત્રિક પ્રણાલીમાં તેમનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
  • પીએમ મોદીએ કહ્યું કે મન કી બાત દ્વારા હું ફરી એકવાર મારા પરિવારની વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર કહેવત છે, ‘ઇતિ વિદા પુનર્મિલનયા’. તેનો અર્થ પણ એટલો જ મનોહર છે. આ પંક્તિનો અર્થ છે કે હું ફરીથી મળવા માટે રજા લઉં છું. મેં ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે ચૂંટણીને કારણે હું તમારી સાથે વાત કરી શકીશ નહીં. ચૂંટણી પૂરી થયા પછી હું ફરી એકવાર તમારી વચ્ચે આવ્યો છું.

PM મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી. વડાપ્રધાન મોદીએ 18 જૂને જાહેરાત કરી હતી કે 30 જૂનથી દેશવાસીઓને ફરી એકવાર મન કી બાત રેડિયો કાર્યક્રમ સાંભળવાનો મોકો મળશે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ MyGov ઓપન ફોરમ અને નમો એપ પર તેમના વિચારો મોકલી શકે છે, જેની ચર્ચા મન કી બાત રેડિયો કાર્યક્રમમાં કરવામાં આવશે.