January 14, 2025

PM મોદીએ દિલ્હીના નારાયણા વિહાર ખાતે લોહરી ઉત્સવ કાર્યક્રમમાં આપી હાજરી

Narendra Modi in Lohri festival Naraina: PM નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના નારાયણા વિહાર ખાતે આયોજિત લોહરી ઉત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે લોહરીની પવિત્ર અગ્નિ પ્રગટાવી અને ત્યાં હાજર લોકો સાથે વાતચીત પણ કરી.

લોહરી ઉત્સવ કાર્યક્રમમાં PMનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીએ અગ્નિ પ્રગટાવી અને ત્યાં હાજર લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ કાર્યક્રમમાં હાજર લોકો, ખાસ કરીને યુવાનો PM મોદી સાથે સેલ્ફી લેવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ સાથે PM મોદીએ ત્યાં હાજર બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના પર પ્રેમ અને સ્નેહ વરસાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ લોહરીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી
પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોહરીની શુભેચ્છા પાઠવી અને લખ્યું, “લોહરી ઘણા લોકો માટે, ખાસ કરીને ઉત્તર ભારતના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે. તે નવીકરણ અને આશાનું પ્રતીક છે. તે ખેતી અને આપણા મહેનતુ ખેડૂતો સાથે પણ જોડાયેલું છે. આજે સાંજે, મને દિલ્હીના નારાયણમાં એક કાર્યક્રમમાં લોહરી ઉજવવાની તક મળી. આ ઉત્સવમાં વિવિધ ક્ષેત્રના લોકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો હતો. સૌને લોહરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”