May 18, 2024

PM મોદીએ શેર કરી લક્ષદ્વીપ પ્રવાસની અદભુત તસવીરો

મોદી - NEWSCAPITAL

આગામી 2024 લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન PM નરેન્દ્ર મોદી બે દિવસ લક્ષદ્રીપની મુલાકાતે  છે. અહીં PM મોદીએ કેટલીક તસવીરો ક્લિક કરાવી છે. જેને લઇને જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ તસવીરો તેમણે તેમના X  પ્લેટફોર્મ પર શેર કરી છે. જે વાયુવેગે વાયરલ થઇ રહી છે. દરેક તસવીરો સાથે તેમણે તેમના અનુભવ પણ શેર કર્યા છે.મોદી - NEWSCAPITALપીએમ મોદીએ લક્ષદ્રીપમાં સંબોધિત કરતા કહ્યું હતું કે આ વિકાસ પરિયોજનાઓ અને તેમની સરકારનું લક્ષ્ય દેશના સામાન્ય નાગરિકોનું જીવન સ્તર યોગ્ય બનાવવાનું છે. સાથે જ કહ્યું છે કે લક્ષદ્રીપમાં ઇન્ટરનેશનલ ટૂરિજમની બેસ્ટ અવસર છે જેનો લાભ ઉઠાવવો જોઇએ.

આ પણ વાંચો : શ્રીનગરમાં શીત લહેર સાથે વારંવાર પાવર કટના કારણે લોકોની મુશ્કેલી વધી !
મોદી - NEWSCAPITALવડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લક્ષદ્વીપ પહોંચ્યા હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લક્ષદ્વીપની અદ્ભુત તસવીરો શેર કરી છે. પીએમ મોદીએ અહી સ્નોર્કલિંગનો પણ અનુભવ કર્યો હતો. PM મોદી તેમની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન સ્નોર્કલિંગ કરતા જોવા મળ્યા હતા.મોદી - NEWSCAPITAL તેમણે પોસ્ટ કરીને કહ્યું, ‘મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે ખૂબ જ આનંદદાયક અનુભવ હતો.’ લક્ષદ્વીપના પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણતા પીએમ મોદીએ કહ્યું કે તેમણે દરિયાકિનારા પર મોર્નિંગ વોકનો પણ આનંદ લીધો. લક્ષદ્વીપની સુંદરતાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ ખૂબ જ અદ્બૂત હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે, 201 નવી બસોનું ઉદ્ઘાટન કરશે
મોદી - NEWSCAPITALઆ ઉપરાંત અન્ય તસવીરો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતાએ તેમને ઉર્જાથી ભરી દીધા છે. હવે તે 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ મહેનત કરશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ મીટિંગ દરમિયાન તેમણે ત્યાં હાજર લોકો સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી.

આ પણ વાંચો : BJPનો એક્શન પ્લાન : આગામી લોકસભા ચૂંટણી માટે આ સિનિયર નેતાઓને જવાબદારી
મોદી - NEWSCAPITALહાલ વડાપ્રધાનની આ તસવીરો વાયુવેગે વાયરલ થઇ રહી છે. તો એક તસવીરમાં તેઓ ખુરશીમાં બેઠા છે જેમા બે લાઇફગાર્ડ પીએમ મોદીને સ્નોર્કલિંગમાં મદદ કરી રહ્યા છે. તેમણે લક્ષદ્રીપની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કર્યા છે. અન્ય એક તસવીરમાં તેમણે બ્લેક કૂર્તા પાયજામા પહેરેલા જોવા મળી રહ્યા છે. આ સિવાય તેમણે દરિયાની અંદરની કેટલીક તસવીરો પણ શેર કરી છે.