PM મોદીને મળી ખાસ ભેટ, BCCI પ્રમુખ અને સેક્રેટરીએ આપી ખાસ જર્સી
Team India At Home: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પરત ફરી ગઈ છે. ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ત્યારે BCCIના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જયશાહ પણ હાજર હતા. BCCI પ્રમુખ અને સેક્રેટરીએ મોદીને ખાસ જર્સી આપી છે.
ખાસ ભેટ આપી
તમામ ખેલાડીઓ ભારત પહોંચ્યા બાદ એરપોર્ટથી સીધા હોટલ ગયા હતા. જ્યાં સ્વાગત માટે ખાસ રાહ જોવામાં આવી હતી. ત્યારબાદ ખેલાડીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને રવાના થયા હતા. આ સમયે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. મોદીએ તમામ ખેલાડીઓના વખાણ કર્યા હતા. આ સમયે ખેલાડીઓ અને કોચ ઉપરાંત BCCI પ્રમુખ અને સચિવ હાજર રહ્યા હતા. આ બંનેએ પ્રધાનમંત્રી મોદીને ખાસ ભેટ આપી હતી.
આ પણ વાંચો: Team Indiaની ઉજવણીમાં મફતમાં એન્ટ્રી લેવી હોય તો બસ કરો આ કામ
આજનું ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
સવારે 9:00 ITC મૌર્યથી PM આવાસ તરફ રવાના થયા હતા.
સવારે 12: પીએમ નિવાસ સ્થાને સમારોહમાં પહોંચ્યા
બપોરે 12: ITC મૌર્ય માટે પ્રસ્થાન
બપોરે 12: ITC મૌર્યથી દિલ્હી એરપોર્ટ માટે પ્રસ્થાન.
બપોરે 2 વાગ્યે: મુંબઈ માટે પ્રસ્થાન
સાંજે 4 વાગ્યે: મુંબઈ એરપોર્ટ પર આગમન
સાંજે 5 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમમાં આગમન
સાંજે 5 થી 7: ઓપન બસ પરેડ
સાંજે 7 થી 7:30: વાનખેડે સ્ટેડિયમ ખાતે સમારોહ
સાંજે 7:30: હોટેલ તાજ માટે પ્રસ્થાન
જર્સીમાં કરવામાં આવ્યો ફેરફાર
સંજુ સેમસને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે નવી જર્સીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. નવી જર્સીમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. BCCI લોગોની ઉપર બીજો સ્ટાર છે, જે ભારતની બીજી T20 વર્લ્ડ કપ જીતનું પ્રતીક છે. ભારતીય ટીમ ગુરુવારે વહેલી સવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી હતી. ટીમ ઈન્ડિયાન માટે ભારત લઈ આવવા માટે ખાસ ચાર્ટર્ડ એર ઈન્ડિયા ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી.