શપથ પહેલાં જ PM મોદીએ વિપક્ષને બતાવ્યો અરીસો, કહ્યું – લોકશાહીને કાળો ડાઘ લગાડ્યો…

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સવારે રાષ્ટ્રપતિએ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને શપથ લેવડાવ્યા હતા. સંસદની અંદર કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પ્રોટેમ સ્પીકરની ચૂંટણી અને NEET વિવાદ જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા હતા. સંસદ સત્રની શરૂઆત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં વિપક્ષને અરીસો બતાવ્યો હતો. ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને તેમણે કોંગ્રેસને ફટકાર લગાવી. તેમણે કહ્યું કે આવતીકાલે 25મી જૂન છે. જે લોકો આ દેશના બંધારણની ગરિમાને સમર્પિત છે. ભારતની લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ ધરાવતા લોકો માટે આવતીકાલે 25મી જૂનનો દિવસ અવિસ્મરણીય છે. 25 જૂન, ભારતના લોકશાહી પર જે કાળો ડાઘ લાગ્ચોછે તેને 50 વર્ષ પૂરા થઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે ભારતની નવી પેઢી એ ક્યારેય ભૂલી શકશે નહીં કે ભારતના બંધારણને સંપૂર્ણ રીતે નકારવામાં આવ્યું હતું. દેશ જેલમાં ફેરવાઈ ગયો. લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી. ઇમરજન્સીના આ 50 વર્ષ એ સંકલ્પ છે કે જ્યારે આપણે બંધારણ, ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓનું ગર્વથી રક્ષણ કરીશું. ત્યારે દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે 50 વર્ષ પહેલાં જે કર્યું હતું તે કરવાની હિંમત ભારતમાં ક્યારેય નહીં કરે. લોકશાહી પર કાળો ડાઘ લગાવવામાં આવ્યો હતો. અમે જીવંત લોકશાહી માટે સંકલ્પ કરીશું.

આ પણ વાંચો: સંખેડામાં વિધવા મહિલાના ઘરમાં પાણી ઘૂસ્યાં, ઘરવખરી પળી જતા મોટું નુકસાન

વડાપ્રધાને કહ્યું, ‘આજનો દિવસ સંસદીય લોકશાહીમાં ગૌરવપૂર્ણ દિવસ છે, ગૌરવનો દિવસ છે. આઝાદી પછી પહેલીવાર આપણી નવી સંસદમાં આ શપથ લેવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી આ પ્રક્રિયા જૂની સંસદમાં થતી હતી. આ મહત્વપૂર્ણ દિવસે હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોનું સ્વાગત કરું છું, તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.