September 18, 2024

મોદીએ ભારતીય પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે ફોન પર વાત કરી, ખેલાડીઓના કર્યા વખાણ

Paris Paralympics: PM મોદીએ ભારતીય પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે ફોન પર વાત કરી છે. ફોનમાં PM મોદીએ મોના અગ્રવાલ, પ્રીતિ પાલ, મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસ સાથે વાત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ દરેક મેડલ વિજેતાઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓએ તેમના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે.

મોદીએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓના પ્રયાસોની પ્રશંસા કરી. મોદીએ દરેક મેડલ વિજેતા સાથે વાત કરી હતી. મોદીએ અભિનંદન આપતા કહ્યું કે તેઓએ તેમના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદીએ અવની લેખરાને તેની આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી. એક માહિતી પ્રમાણે વની વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી શકી નથી. કારણ કે તેજ સમયે તે અન્ય એક રમતમાં ભાગ લઈ રહી હતી.

આ પણ વાંચો: એમએસ ધોનીએ વિરાટ સાથેના સંબંધો વિશે ખુલીને કરી વાત

ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 5 મેડલ જીત્યા છે. જેમાંથી ચાર મેડલ શૂટિંગમાંથી આવ્યા છે. અવની લેખારાએ 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ પાલે 100 મીટર T35 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રૂબિના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે પુરુષોની P1 10 મીટર એર પિસ્તોલ SH1 શૂટિંગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.