બ્રાઝિલમાં પણ PM મોદીનો જલવો, રાષ્ટ્રપતિ સિલ્વાએ ખભા પર હાથ રાખીને કરી વાતો

G 20 Summit venue Rio de Janeiro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે બેઠક સ્થળ પર પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પીએમ મોદી સાથે હાથ મિલાવીને ગળે લાગાવી આવકાર્યા હતા. આ પછી બંને નેતાઓ લાંબા સમય સુધી વાતચીત કરતા રહ્યા. આ દરમિયાન બંને નેતાઓની બોન્ડિંગ પણ જોવા મળી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લાંબા સમય સુધી પીએમ મોદી સાથે તેમના ખભા પર હાથ રાખીને વાત કરતા રહ્યા.

G-20 સમિટમાં ભાગ લેવા ઉપરાંત મોદી વિશ્વના નેતાઓ સાથે પણ વાતચીત કરશે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ પણ ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદી સંમેલનમાં વિવિધ મહત્ત્વના અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનું વલણ રજૂ કરશે.

નોંધનયી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. સોમવારે સવારે, તેમના પ્રવાસના બીજા તબક્કામાં, તેઓ બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ભારતીય સમુદાયના લોકોએ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર સાથે મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે કહ્યું, G-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા. હું શિખર સંમેલનમાં ચર્ચા વિચારણા અને વિશ્વના વિવિધ નેતાઓ સાથે ફળદાયી વાર્તાલાપની રાહ જોઉં છું.

તેણે આગળ લખ્યું, “રીયો ડી જાનેરો પહોંચવા પર, ભારતીય સમુદાય દ્વારા મળેલા ઉષ્માભર્યા અને ઉત્સાહપૂર્ણ સ્વાગતથી હું ખૂબ જ પ્રભાવિત થયો. તેમની ઊર્જા સ્નેહને પ્રતિબિંબિત કરે છે જે આપણને તમામ ખંડોમાં જોડે છે. ગયા વર્ષે રાજધાની દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.