July 4, 2024

ફર્સ્ટ ટાઈમ વોટરને PM Modiએ પોતાની ‘મન કી બાત’ પત્ર દ્વારા લખીને કરી

lok sabha election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ચૂંટણી પ્રચારની છેલ્લી તારીખ 30 છે. જેના કારણે ચૂંટણી પ્રચાર 30 તારીખ પછી શંભી જશે. ચૂંટણીના પરિણામની જાહેરાત 4 જૂને થવાની છે. વડાપ્રધાન મોદી વારસણીથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મોદીએ વારાણસી લોકસભા સીટના ફર્સ્ટ ટાઈમ વોટરને પત્ર લખ્યો છે.

PM મોદીએ પહેલીવાર મતદારોને પત્ર લખ્યો
વડાપ્રધાન મોદી પોતાના અનોખા અંદાજને કારણે હમેંશા ચર્ચામાં રહે છે. ચૂંટણી હોય કે ના હોય તેમનું વ્યક્તિત્વ દરેક નેતા કરતા અલગ પડે છે. જેના કારણે તેઓ યુવાનોમાં પણ ફેવરિટ છે. ત્યારે વારસણીથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા જે ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું કે 1 જૂને યોજાનારી લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં મતદાન કરવાની અપીલ કરી છે. વારાસણીના ભાજપના કાર્યકર્તાઓ આ લેટરને ર્સ્ટ ટાઈમ વોટર સુધી પહોંચાડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વારાણસી લોકસભા સીટ પર 31,538 ફર્સ્ટ ટાઈમ વોટર છે.

આ પણ વાંચો: PM મોદી પહેલા કરશે ભગવતી અમ્માન મંદિરમાં દર્શન, ત્યારબાદ વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન…

મોદીએ લખી પત્રમાં આ વાત
પીએમ મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટરને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે તમે 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત તમારા મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો. લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાની આ તક એક વિશેષાધિકાર છે. જે રાષ્ટ્ર નિર્માણમાં તમારી ભાગીદારીનો સાક્ષી બનશે. લોકશાહી માત્ર શાસનનું એક સ્વરૂપ નથી. પણ આપણી આઝાદીના પાયાના પથ્થરના તમે સાક્ષી છો કે કેવી રીતે વારાણસીએ છેલ્લા 20 વર્ષમાં વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી છે.